________________
નથી, પણ શકિતમાં રહેલાં હોય છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસતો હોય અને એ વખતે જો તે વરસાદના પાણીનું બિન્દુ શક્તિસમ્પટમાં જઇ પડે, તો તેનું મોતી થઇ જાય છે. પાણી એનું એ, પણ તપેલા લોઢા ઉપર પડીને બળી જાય, કમલિનીનાં પત્ર ઉપર પડીને મોતીની શોભાને પામે અને સ્વાતિ નક્ષત્રમાં સાગરની અંદર રહેલ શકિતમાં જઇ પડે તો મોતી બની જાય. એ જ રીતિએ પ્રાય: કરીને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ સંસર્ગથી દેખાય છે. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે-દુનિયામાં સંસર્ગ પણ શું કામ કરે છે? સંસર્ગનો મહિમા સમજનારાઓએ સદાને માટે ઉત્તમ આત્માઓનાં જ સંસર્ગમાં
ઇએ. અધમ આત્માઓનો સંસર્ગ સામાન્ય આત્માઓને માટે તો અવશ્ય હાનિ કરનારો નિવડે છે. આ કારણે, દોષોના વૈરી અને ગુણના પ્રેમી આત્માઓએ તો અધમ અને મધ્યમ કોટિના સંસર્ગમાં નહિ રહેતાં ઉત્તમના સંસર્ગમાં જ રહેવાના ધ્યેયવાળા બનવું જોઇએ. જેઓ ખાસ કારણ વિના અધમ આત્માઓના સંસર્ગમાં રહેવા છતાં ગુણના પ્રેમની વાતો કરતા હોય, તેઓ પ્રાય: દમના જ ઉપાસક હોઇ શકે છે. જેઓના સંસર્ગથી વિદ્યમાન ગુણો પણ વિનાશને અથવા તો મલિનતાને પામે તેમ હોય અને અનેક દોષોનો આવિર્ભાવ થાય તેમ હોય, તેઓનો સંસર્ગ ગુણનો પ્રેમી આત્મા કોઇ ખાસ વિશિષ્ટ કારણ વિના કદી પણ ન કરે એ શંકા વિનાની વાત છે.
શ્રી વિજય સમાગણની મહત્તા ઘણી જ સારી રીતિએ સમજી શક્યો છે, એટલે તે બીજા પણ આત્માઓને અવસર પામીને ક્ષમાગણના ઉપાસક બનવાનો ઉપદેશ આપે તે સ્વાભાવિક જ છે. ક્ષમાગુણને નિવૃત્તિના દાનમાં પ્રધાન કારણ તરીકે જાણીને, એની ઉપાસનામાં શુભ મનવાળો બનેલો વિજય જો કોઇને પણ કલહ કરતો જૂએ છે, તો કહે છે કે- “વિલસી રહ્યો છે પરમ પ્રમોદ જેઓનો એવા હે લોકો ! તમે ક્ષમાપ્રધાન થાઓ ! ક્રોધ, એ ભવસમુદ્રના પ્રવાહ જેવો છે, માટે તમે ક્રોધને કોઇ પણ રીતિએ ન કરો : જેમ કલહંસો શ્લેષિત જલનો ત્યાગ કરે છે, તેમ તમે પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષઆ ચારેય પુરૂષાર્થોનો નાશ કરનાર સેંકડો દુ:ખોના કારણ રૂપ કલહને તજો ! કોઇનો પણ અપરાધ હોય, તો તેને બોલવો નહિ. પૂછવો પણ નહિ અને સાંભળવો પણ નહિ. અન્યોના અપરાધને બોલવા કરતાં નહિ બોલવો એ સારું છે અને નિપુણ મતિવાળા પરને પણ પૂછવા કરતાં નહિ પૂછવું એ સારું છે.”
શ્રી વિજ્ય દ્વારા સૌ કોઇને અપાતી આ સલાહ અનુપમ હતી. ક્ષમાનો મહિમા સામગ્રી આદિ મુજબ પણ યથાર્થ રીતિએ સમજાયા વિના આવી સમજ આવવી એ શક્ય નથી. શ્રી વિજયના અંતરમાં ક્ષમાનીપ્રધાનતા ઓતપ્રોત થઇ ગઇ હતી. ક્ષમાની પ્રધાનતા સમજાયા વિના ક્ષમા આત્મસાત્ બનવી એ શકય નથી અને એ વિના પ્રત્યેક આત્માને આવી જાતિની સલાહ આપવાનું નિરંતર દીલ થવુ એ મુશ્કેલ જ છે.
શ્રી વિજયને એ વાતનો, બરાબર નિશ્ચય થયો હતો કે-ક્રોધ એ સ્વપરના પ્રમોદનો નાશક છે. ક્રોધી આત્મા પ્રથમ પોતાના પ્રમોદનો નાશ કરે છે અને અનુકૂળ સામગ્રી મળે તો તે અન્યના પણ પ્રમોદનો નાશ કરવાનું પરાક્રમ કર્યા વિના રહેતો નથી. એ જ કારણે, જ્યારે પ્રમોદથી વિલાસ કરતા લોકો પણ જાણે કજીઆમાં જ આનંદ છે એમ માની લહ કરવામાં ઉજમાળ બનતા, ત્યારે વિજ્ય તેઓને કહેતા કે- “અરે લોકો ! તમે ક્ષમાપ્રધાન બનો અને તમારા પ્રમોદને એ રીતિએ તમે વિલસતો રાખો. hહના યોગે તમે સ્વપરના પ્રમોદના વિનાશક ન બનો.' ક્ષમાપ્રધાન આત્માઓ જ કજીઆથી પર રહી શકે છે અને જેઓ કજીઆથી પર રહી શકે છે, તેઓ જ સાચા આનંદનો ઉપભોગ કરી શકે છે. જેઓ એમ માનતા હોય કેસુખે જીવવા માટે કજીઓ પણ જરૂરી છે' -તેઓ તો ખરે જ અજ્ઞાન છે. એવાં અજ્ઞાન આત્માઓ
Page 119 of 234