________________
અપરાધને પણ જે રીતિએ પોતાના હૈયામાં રાખી શકયો એ રીતિએ રાખી શકત નહિ. જો કે ભવિષ્યમાં એક ભૂલ થઇ છે અને એના પ્રતાપે ગોશ્રીનું મૃત્યુ નિપજ્યું છે, પરન્તુ તેથી વિજયને જે પશ્ચાત્તાપ થયો છે અને વિજયની જે સ્થિતિ થઇ છે, તે જોતાં વિજયમાં સુદ્રતા દોષ હતો, એમ કહી શકાય એવું છે જ નહિ. કોઇ તેવી વિચિત્ર ભવિતવ્યતાએ જ વિજયને ભૂલવ્યો, એમ સંયોગો આદિનો વિચાર કરતાં લાગ્યા વિના નહિ રહે. એ પ્રસંગ આપણે હમણાં જ જોઇએ છીએ, પણ પહેલાં આપણે તે પૂર્વેની હકીકત જોઇ લઇએ. શાસ્ત્રકાર-પરમર્ષિ ફરમાવે છે કે- “હવે હું પરહિતમાં રકત બનું.” એવો વિચાર કરીને, તે વિજ્ય દીન આદિને વિષે દાન દેવાને પ્રવૃત્ત થયો. આ રીતિએ તે વિજય પોતાની લક્ષ્મીનો પણ સદવ્યય કરવા લાગ્યો.
આમ પરહિત સાધવામાં પ્રવૃત્ત થયેલો અને પ્રકૃતિથી જ સૌમ્ય સ્વભાવને ધરનારો વિજય ઘણાં પાપોને હણનારો બન્યો. પ્રકૃતિથી સૌમ્ય સ્વભાવવાળા વિય પ્રાય: જુનાં પાપોને તોડતો જતો હતો અને નવાં પાપોથી બચતો હતો. ગુણસંપન્ન આત્મા માટે આવી સ્થિતિ બનવી એ સહજ છે. હૃદયના સૌમ્ય આત્માઓ ઘણાં પાપોથી બચી જાય છે અને પોતાના તેવા સુંદર સ્વભાવને લઇને ઘણા પ્રાચીન પાપોને પણ હણનારા બને છે. આવી દશાને લઇને ત વિજ્ય પરિન, મિત્રો અને સ્વજનો આદિને માટે સુખે કરીને સેવનીય બન્યો. તેનો સારોય પરિવાર તેની હૃદયપૂર્વક સેવા કરતો, મિત્રો તેની આજુબાજુ વિટળાઇને જ રહેતા અને સ્વજનો પણ એની છાયામાં કલ્લોલ કરતા. આવા ગુણીયલ માલિક તરફ પરિવારનો સાચો સેવકભાવ રહેવો, મિત્રોને આવા મિત્ર તરફ સાચો મિત્રભાવ રહેવો અને સ્વજનોને આવા ગુણીયલ સ્વજન તરફ સાચો સ્વભાવ રહેવો એમાં કશું જ આશ્ચર્ય નથી. શ્રી વિજય પોતાના પરિવાર માટે, મિત્રો માટે અને સ્વજનો માટે સુખસેવનીય બન્યો, એટલું જ નહિ, પણ પ્રકૃતિથી સૌમ્ય સ્વભાવવાળા શ્રી વિજયના સંસર્ગથી અન્ય પણ ઘણા લોકોને લાભ થયો. પરમ ઉપકારી, બ્રહવૃત્તિકર આચાર્ય ભગવાન શ્રીમદ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-તે શ્રી વિજ્યના સંસર્ગથી ઘણા માણસો પ્રશામ રૂપ એક ધનના સ્વામી બન્યા. શ્રી વિજયના સંસર્ગમાં આવેલાઓ પણ પ્રશમગુણની મહત્તાને સમજ્યા અને પ્રશમોગુણના ઉપાસક બન્યા. અનેકોએ શ્રી વિજ્યના સંસર્ગથી પ્રશમને જ એક પોતાનું ધન બનાવ્યું. ઉત્તમના સંસર્ગથી ઉત્તમતા આવવી સહજ છે, કારણકે-જીવોને સંગથી ગુણો અથવા અગુણો એટલે દોષો થાય છે. અને એ જ કારણે કહેલું છે કે
"संतप्तायसि संस्थितस्य पयसो नामापि न जायते,
मुक्ताकारतया तदेव नलिनीपप्रस्थितं राजते । स्वातौ सागरशुक्तिसम्पुटगतं तज्जायते मौक्तिकं,
प्रायेणाडधममध्यमोत्तमगुण: संसर्गता द्रष्यते ।।१।।" કવિ એમ કહે છે કે-આ વિશ્વમાં અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ થતા જે જોવામાં આવે છે, તે પ્રતાપ સંસર્ગનો છે. અધમનો સંસર્ગ અધમ ગુણને પેદા કરે છે, મધ્યમનો સંસર્ગ મધ્યમ ગુણને પેદા કરે છે અને ઉત્તમનો સંસર્ગ ઉત્તમ ગુણને પેદા કરે છે. સંસર્ગના પ્રતાપે ઉત્પન્ન થતી આ સ્થિતિને દ્રષ્ટાન્ત દ્વારા સમજાવવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. લોઢું સારી રીતિએ તપેલું હોય અને એના ઉપર પાણી પડે તો ? તો પાણીનું નામનિશાન પણ ન રહે ! એ જ રીતિએ એનું એ પાણી જો કમલિનીના પત્ર ઉપર પડ્યું હોય તો તે પાણીનાં બિન્દુઓ મોતીની જેમ શોભે છે. આ રીતિએ અધમ અને મધ્યમનું ઉદાહરણ આપી, કવિ ઉત્તમનું વર્ણન કરે છે. તમને ખ્યાલ તો હશે કે-મોતી દરીયામાંથી નીકળે છે. દરીયામાં મોતી છૂટાં હોતાં
Page 118 of 234