________________
અસ્ત અહીં તો જે બને છે, તે એ છે કે- વિજ્યનાં માતા-પિતા મૃત્યુ પામે છે અને એથી ઘરનું સ્વામિત્વ વિજયને અને ગોશ્રીને પ્રાપ્ત થાય છે. માતા-પિતા જીવતાં ઘરમાં પુત્ર અને પુત્રવધુનું સ્વામિત્વ હોય નહિ, પણ આજે દશા જૂદી જ છે કાંતો માતા-પિતાને પુત્રનું અને પુત્રવધુનું સ્વામિત્વ સ્વીકારવું પડે છે અને કાં તો માતા-પિતાને તરછોડીને પુત્ર અને પુત્રવધૂ જૂદાં રહે છે. વિનય જાય અને સ્વચ્છન્દતા આવે, ત્યાં શું ન થાય ? આજે રળાઉ દીકરો અને તેની વહુ માતા-પિતાની ચાકરી કરતાં હોય, એવી દશા બહુ જ ઓછે સ્થલે જોવા મળે છે. મોટે ભાગે દીકરાનીને વહુની આમન્યા માતા-પિતાને જાળવવી પડે છે અને તેમાંય પહેલાં મા-બાપ ગરીબ હોય કે પછી દીકરો સારું કમાયો હોય, તો તો પૂછવું જ શું? માતા-પિતાની સેવા, એ તો સંસારમાં રહેલા પુત્રનો પરમ ધર્મ છે. સંસારમાં રહેલો દીકરો જો મા-બાપની સેવા ન કરે, અવગણના કરે, તો એ કુપુત્ર જ છે. વિજય એવો કુપુત્ર નહિ હતો. વિજય તો વિનયશીલ હતો. એના જ પ્રતાપે, વિજ્યનાં માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી ઘરમાં વિજયનું કે વિજયપત્ની ગોશ્રીનું સ્વામિત્વ નહિ હતું. માતા-પિતાના મૃત્યુ બાદ વિજ્ય અને ગોશ્રી ઘરના સ્વામિત્વને પામ્યાં અને ગૃહસ્વામિપણાને ઉચિત વર્તન રાખતાં તેઓ પ્રેમભાવથી દિવસો પસાર કરવા લાગ્યાં. પરસ્પર પ્રતિભાવથી વર્તતાં તે વિજ્ય અને ગોશ્રી અનુક્રમે ચાર પુત્રોનાં પિતા અને માતા બન્યાં.
આ રીતિએ ગોશ્રીને વિજય પ્રત્યે અનુરાગવતી બનાવનાર વિજયનો ક્ષમાગણ જ હતો, એ નિ:સંશય બીના છે. વિજયના પ્રશાન્ત સ્વભાવે જ ગોશ્રી જેવી ભયંકર પાપકર્મને આચરનારી સ્ત્રીને ગૃહિણી તરીકેના ગુણોથી અલંકૃત બનાવી દીધી. આમ ગોશ્રી સુધરવાથી વિજયને એ પણ એક ફાયદો થયો કે-તેના કુળનું ગૌરવ જળવાઇ રહ્યું. ક્ષમાગુણના પ્રતાપે આ લોકમાં પણ અનેક પ્રકારના પ્રત્યક્ષ લાભો થાય છે અને પરલોક્ન પણ સધાય છે. એક વાર ક્ષમાગણના મહિમાનો અને પોતાને પ્રાપ્ત થયેલી અનુકૂળ સ્થિતિનો વિચાર કરતાં, વિયે વિચાર કર્યો કે- “અહો, ઉપાધ્યાયે મને જે ઉપદેશ કીધો હતો તે યથાર્થ જ હતો. ક્ષમાથી થતા લાભનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો.” ખરેખર, ક્ષમાગુણનો પ્રત્યક્ષ લાભ પામ્યા બાદ આવો વિચાર આવવો એ સ્વાભાવિક જ છે. વાસ્તવિક કોટિનો ગુણ, એ એક અનુપમ વસ્તુ છે. ગુણને જો ગુણ રૂપે સેવાય, તો તે ચિત્તામણિ આદિથી પણ અધિક ફળે છે, એ નિસંશય બીના છે. આત્માના વાસ્તવિક ગુણની પાસે ચિન્તામણિ આદિની તો કશી જ કિમંત નથી. પ્રશમાદિ ગુણો આત્માને અપૂર્વ કોટિની સમાધિ આપનારા છે. સમાધિના પ્રતાપે આ લોક પણ સુધરે છે, પરલોક પણ સુધરે છે અને પરિણામે મુકિતસુખના પણ ભોકતા બની શકાય છે. પ્રશમાદિ ગુણોના ઉપાસક આત્માઓ આ લોકમાં જે શાન્તિ ભોગવી શકે છે, તે સામાન્ય કોટિની હોતી નથી. એવા આત્માઓને પરલોક સુધરે અને મુક્તિસુખ તેમનાથી દૂર ન રહે, એમાં પણ શંકાને અવકાશ નથી. શરત એટલી જ છે કે-ગુણ ગુણ રૂપે પ્રગટવો જોઇએ અને ગુણ રૂપે જ સેવાવો જોઇએ.
વિજય ઉપાધ્યાયના ઉપદેશની યથાર્થતાનો અને પોતાને થયેલા સમાગુણના સાક્ષાત્કારનો વિચાર કરીને અટકી ગયો છે એમ પણ નથી. વિજયે આગળ એવો પણ વિચાર કર્યો છે કે- “હવે હું પરહિતમાં રક્ત બનું.” ગુણની એ એક મહત્તા છે કે-એક ગુણનો માલિક બનેલો આત્મા ક્રમશ: અનેક ગુણોનો માલિક બની જાય છે. દોષ દોષને આકર્ષે છે અને ગુણ ગુણને આકર્ષે છે. એક પાપનો ડર અનેક પાપોનો પ્રેરક બને છે અને એક ગુણનો આદર અનેક ગુણોના પ્રગટીકરણનું કારણ બને છે. પછી તો વિજય જેમ પ્રશાન્તાત્મા બન્યો છે, તેમ પરહિતાર્થકારી પણ બન્યો છે. વિજય જેમ ક્ષમાશીલ હતો તેમ ગંભીર પણ હતો જ અને એથી એનામાં અક્ષકતા રૂપ ગુણ પણ હતો. જો તેનામાં અગંભીરતા હોત, તો તે ગોશ્રોના
Page 117 of 234