SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ આપતો નથી તેમજ મારા તરફ પૂર્વના જેવો જ ભાવભર્યો વર્તાવ રાખે છે, એ આની કેટલી બધી ઉત્તમતા છે ?' અને ઉત્તમ આત્મા માટેનો આવો વિચાર દોષિતમાં પણ ઉત્તમતા પ્રગટાવે, એ સહજ છે. પૂર્વે ભયંકરમાં ભયંકર દોષ કરનારો આત્મા પણ એ વિચારના યોગે સામાન્ય કોટિના પણ દોષથી વિમુખ બની જાય. પ્રશાન્ત આત્મા આવી આવી રીતિએ જ અન્યોને માટે પ્રશમનું કારણ બની શકે છે. વિજય પોતાની પત્ની ગોશ્રીને લઇને પોતાને ઘેર આવ્યો. હવે તો ગોશ્રી પણ અહીં આનન્દમાં જ પોતાના દિવસોને પસાર કરે છે. વૈમનસ્ય જેવી કોઇ વસ્તુ જ બેમાંથી એક્વાય અન્તરમાં નથી : અને એથી બન્નેયનું જીવન પ્રેમપૂર્વક્તા વર્તાવમાં પસાર થાય છે. આ રીતિએ કેટલોક સમય ગયા બાદ, એ બનાવ બન્યો કે જે બનાવ આ સંસારમાં સ્વાભાવિક જ છે. આ વિશ્વમાં એવો કોઇ ખ્યો નથી અને ન્મવાનો પણ નથી, કે જેનું મૃત્યુ ન થાય. સંસારમાં જન્મની સાથે મરણ સંકળાએલું જ છે. જે જમ્યો છે તે મરવાનો જ છે એ વાત એક ને એક બે જેવી સુનિશ્ચિત છે. આવી સુનિશ્ચિત વસ્તુમાં પણ અજ્ઞાન આત્માઓ આકળ-વિકળ બની જાય છે. દિવસોના દિવસો સુધી પોતે સાંભળ્યું અને જોયું પણ હોય કે-જન્મેલા વહેલા યા મોડા મરે જ છે, છતાં મરણના નામે આવા જીવો કેટલા આલ-વિલ બની જાય છે ? મરણથી ડરનારા આત્માએ જન્મથી બચાય એવો પ્રયત્ન આદરવો એ જ ડહાપણનું કામ છે; પણ અજ્ઞાનિઓને એનો તો વિચાર કરવાની પણ દરકાર નથી. હું કયાંથી આવીને અહીં ખ્યો અને અહીંથી મરીને હું ક્યાં જઇશ? -એનો વિચાર કરનારા કેટલા ? મર્યા પછી જ્યારે કયાક પણ જમ્યા વિના છૂટકો નથી, તો પછી એની કાળજી રાખવી જોઇએ કે નહિ ? પણ આજે તો પરભવની વાતો કોઇ કરે, તોય કેટલાકોને પીડા ઉપજે છે. વસ્તુત: તો ડાહો તે છે, કે જે પરભવને સુધારવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન એ જ ધ્યેયથી કરે છે કે-ક્રમશ: ન્મ જ ન લેવો પડે એવો દશા પમાય. આવો પ્રયત્ન કરનારા જ સાચા વિવેકી છે અને વાસ્તવિક સત્કારને પાત્ર છે : છતાં અજ્ઞાન આત્માઓને એવા પુણ્યાત્માઓને મૂર્ખ કહેતાં અને એ પુણ્યાત્માઓનો તિરસ્કાર કરતાં પણ આંચકો આવતો નથી. આ દુનિયામાં ભણેલા છતાં અભણથી પણ વધારે મૂંડા અને બુદ્ધિશાળી છતાં બુદ્ધિહીનથીય વધારે મૂર્ખ માણસોની સંખ્યા મોટી હોય છે. એનું કારણ એ જ છે કે-એ ભણતર અને એ બુદ્ધિ સાચા વિવેકથી પર હોય છે. અવિવેકી આત્માઓની વિદ્યા અને બુદ્ધિ, નથી તો તેઓને લાભદાયક થતી કે નથી તો અન્યોને લાભદાયક થતી : પ્રાય: તો, એ વિદ્યા અને એ બુદ્ધિ ઉભયના વિનાશ સાધનારી બને છે. આ જ કારણે ભણતર અને બુદ્ધિ કરતાં પણ વિવેક પ્રધાનતા ભોગવે છે. વિવેકી આત્મા ભલે થોડું ભણેલો હોય અને ઓછી બુદ્ધિ ધરાવતો હોય, પણ તે પોતાના આત્માનું લ્યાણ સાધી શકે છે અને બીજાઓને માટે પણ તે ઉપકારનું જ કારણ બને છે : પરન્તુ પુણ્યોદય અને લઘુકમિતાના યોગ વિના વિવેકની પ્રાપ્તિ થવી એ શકય નથી. વિવેકી આત્માઓ મૃત્યુથી મુંઝાતા નથી, પણ મૃત્યુને ઉત્તમમાં ઉત્તમ બનાવવાવનો પ્રયત્ન કરે છે. વિવેકી આત્માઓની જીવનચર્યા ઉત્તમ મૃત્યુ માટેની તૈયારી રૂપ હોય છે એમ પણ કહી શકાય. “મૃત્યુ થવાનું સુનિશ્ચિત છે' –એમ જાણનારા વિવેકીઓ, સમાધિપૂર્વક મૃત્યુ પમાય એ માટે બનતું કરવાનું ચૂક્તા નથી. જીવન એવું કેળવવું જોઇએ કે-મૃત્યુનો ડર જ ન લાગે, પણ એ જીવન પરભવના વિચાર વિના અને યોગ્ય નિશ્રાને સ્વીકાર્યા વિના કેમ જીવાય ? પરભવનો જેને વિચાર નથી અને જન્મ લેવો પડે એવી સ્થિતિથી મુકત બનવાની જેની ભાવના નથી, તે આત્મા સુંદર જીવનને જીવી શકે એ શક્ય જ નથી. Page 116 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy