________________
એટલે તેઓ પ્રેરણા કરતાં હતાં, પણ વિજ્ય વસ્તુસ્થિતિથી સુજ્ઞાત હતો, માટે તેને ઉત્સાહ નહાતો થતો. ઉત્સાહ નહિ થવામાં વિજ્યને તેણીના ઉપર દ્વેષ ન હતો. વિજ્યના મનમાં એમ જ થતું હતું કે- ‘એ બીચારીને આવવું નથી, તો પછી લેવા ઇને તેણીને શા માટે દુ:ખ આપવું જોઇએ ?' જ્યારે જ્યારે માતા-પિતા વહુને લાવવાનું કહેતાં હતાં, ત્યારે ત્યારે તે વિજ્ય - ‘કોણ તે ગરીબડીને દુ:ખી કરે ?' -આવા પ્રકારનો વિચાર કરીને ઉત્સાહિત બનતો નહિ. પોતાનો ભયંકર ગુન્હો કરનારી એવી પણ પોતાની પત્નીને દુ:ખ ન થવું જોઇએ, એ જ વિજ્યની ધારણા હતી. પોતાને ઇષ્ટનો વિયોગ ભોગવવો પડે-એનું કાંઇ નહિ : પણ એને દુ:ખ ન થવું જોઇએ, આ જ એક વિજ્યના વિચાર હતો. વિચારાય તો આ મનોદશા પણ સામાન્ય ન લાગે.
હવે આગળ જે બનાવ બને છે, તે પણ વિચારવા જેવો છે. વિજ્ય ક્યી રીતિએ ગોશ્રી માટે પ્રશમનિમિત્ત બને છે, તે હવે જોવાનું છે.
હવે જેમ જેમ દિવસો જ્વા લાગ્યા, તેમ તેમ વિજ્યને પ્રેરણા કરનારા વધતા ગયા. વિજ્યના મિત્રો અનેક રીતિએ તેનો ઉપહાસ કરવાપૂર્વક ગોશ્રીને તેડી લાવવાની પ્રેરણા કરવા લાગ્યા. વિજ્ય તો એક જ વિચારમાં હતો કે- ‘એ બીચારીને આવવું જ નથી, તો પછી એને તેડી લાવીને શા માટે પીડા ઉપજાવવી ?’ પણ દિવસે દિવસે ઉપહાસ અને પ્રેરણા વધવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે-વિજ્યને ફરજીયાત પાતાની પત્ની ગોશ્રીને તેડી લવાવાને માટે વું પડ્યું.
વિજ્ય પોતાના શ્વસુરને ઘેર ગયા બાદ પણ કેટલાક દિવસો સુધી ત્યાં જ રોકાયો. વિજ્યના શ્વસુર આદિ પણ વિજ્યના આગમનથી અને તેના રોકાવાથી આનંદ પામે તે સ્વાભાવિક હોઇ વિજ્યે ગૌરવપૂર્વક ત્યાં રહીને કેટલાક દિવસો પસાર ક્યા. આ પછી કોઇ એક દિવસે વિજ્ય પોતાની પત્નીને લઇને નીકળ્યો. જે ગોશ્રી ગઇ વખતે આવવાને સર્વથા નારાજ હતી : નારાજ હતી એટલું જ નહિ પણ વિજ્યની સાથે ન વું પડે અને પિતાને ઘેર પાછા ઇ સુખપૂર્વક રહી શકાય, એ માટે જે ગોશ્રીએ પ્રપંચથી વિજ્યને કુવામાં ધકેલી દીધો હતો,ત જ ગોશ્રી અત્યારે તે જ વિયની સાથે આનંદથી શ્વસુરગૃહે જઇ રહી છે, એ પ્રતાપ વિજ્યની ક્ષમાશીલતા અને ગંભીરતાનો જ છે. વિજ્ય પોતાના શ્વસુરગૃહે એટલે ગોશ્રીના પિતાને ઘેર કેટલાક દિવસો સુધી રોકાયો, તે છતાં તેણે સીધી કે આડકરતી રીતિએ કોઇને પણ પેલી વાત કરી જ નથી. એવા કાંઇ અનિષ્ટ બનાવ જાણે કે બન્યો જ ન હોય અને અપશુક્તના કારણે પાછી મોક્લેલી પત્નીને જ જાણે પોતે પુન: તેડવા માટે આવ્યો હોય, એ જ જાતિનો વિજ્યનો વર્તાવ હતો. વિજ્યનો એવો વર્તાવ ગોશ્રીના અન્તરમાં સારી અસર ઉપજાવે, એ સ્વાભાવિક જ છે. રસ્તામાં પણ ગોશ્રીની સાથે વિજ્યે પેલી વાત છેડી જ નથી. સમજાવવા કે હિતશિક્ષા નિમિત્તે પણ વિજ્યું એ વાત ગોશ્રીને પૂછી નથી. ખરી વાત તો એ છે કે-આવા પ્રસંગોમાં એ બનાવને યાદ કરીને હિતશિક્ષા દેવા કરતાં, ગંભીરતા જાળવી ગુન્હો કરનાર તરફ મીઠાશભર્યું વર્તન રાખવું, એ જ સામા આત્મા ઉપર ઉપકાર કરવાનો સુન્દરમાં સન્દર ઉપાય છે. ગંભીરતા કેવળ વાણીની જ નહિ, પણ વર્તનનીય જાળવતાં આવડવી જોઇએ. વર્તનમાં જો ઉપેક્ષા અગર દુર્ભાવ ણાય, તોય સામા આત્મા ઉપર તેટલી સુન્દર અસર ન નિપજે. તમે બનેલી વાતને બીલકુલ સંભારો નહિ, કોઇને ય ક્યો નહિ અને વર્તન પૂર્વના જેવું જ મીઠાશભર્યું રાખો, તો કારમાં અયોગ્યતાથી પીડાતા આત્માઓ સિવાય, બીજાઓ ઉપર સારી અસર ન થાય એ શક્ય નથી. કાંઇકે ય યોગ્યતા ધરાવનાર માણસને તો એ જ જાતિનો વિચાર આવે કે- ‘આને મેં મારી નાખવાનો પ્રપંચમય
પ્રયત્ન ર્યો-એ વાત આ સારી રીતિએ જાણે છે, છતાં કોઇને એ હેતો નથી અને મને પણ આ ઠપકા
Page 115 of 234