________________
સાચું હિત સધાય એવો માર્ગ અખત્યાર કરે છે.
ક્ષમાના આસેવન માટે જરૂરી વિચારો કરતાં શ્રી વિજયે જે વિચારો કર્યા છે, એ વિચારો આત્મહિતના સાચા અભિલાષી એવા સૌ કોઇએ ખૂબજ યાદ રાખવા જેવા છે. “સુખ કે દુઃખ, એ સ્વકૃત કર્મનો વિપાક છે અને અન્ય તો નિમિત્ત માત્ર જ તેમાં થાય છે.” આ વિચાર જેમ આવશ્યક છે, તેમ વિયે જે બીજો પણ વિચાર કર્યો છે તે પણ આવશ્યક છે. શ્રી વિજયે પોતાને ઉદ્દેશીને કહ્યું છે કે- “જો તું દોષવંત ઉપર ક્ષમા નહિ કરે, તો ક્ષમાનો અવકાશ તારા માટે કદી આવવાનો જ નથી. દોષવંતોને તું ખમશે તો જ તારા માટે ક્ષમાનો અવકાશ છે અને દોષવંતોને તું નહિ ખમે, તો તો હંમેશને માટે તારે અસમાને જ અવકાશ છે.' ક્ષમાના ઉપાસક માટે શું આ વિચાર ઓછો જરૂરી છે? કહેવું જ પડશે કે- આ વિચાર પણ ક્ષમાના અભ્યાસી માટે અતિશય જરૂરી છે. ક્ષમાની આવશ્યકતાનો પ્રસંગ ત્યારે જ આવે છે, કે જ્યારે કોઇ આપણો અપરાધ કરે. “કોઇ અપરાધ કરે એ સમયે તો ગુસ્સો આવે જ અને આવવો જ જોઇએ.' -એવું માનનાર ક્ષમાની ઉપાસના કયારે કરવાનો ? કહેવું જ પડે કે-એ બીચારાને ક્ષમા કરવાનો પ્રસંગ મળવાનો નથી અને ગુસ્સાના પ્રસંગો એને વખતોવખત મળવાના છે. “હું તો કોઇ મારો અપરાધ કરે ત્યારે જ ગુસ્સે થાઉં છું અને તે અતિ જરૂરી છે.' -આ પ્રમાણે કહેનારને કહેવું છે કે- “ભાઈ ! તારા માટે ક્ષમાની ઉપાસનાનો કોઇ અવસર જ નથી. ક્ષમાની ઉપાસનાના પ્રસંગને તો તુ ગુસ્સો કરવા માટેનો જરૂરી પ્રસંગ માને છે, એટલે તારે ક્ષમાની ઉપાસના કરવાની રહી જ કયાં?' સમાની ઉપાસનાના પ્રસંગને ગુસ્સો કરવા માટેનો જરૂરી પ્રસંગ માનનારા બીચારા, ક્ષમાના સ્વરૂપને જ નથી સમજતા-એમ કહેવામાં આવે તો પણ ચાલે. “અપરાધી તો ગુસ્સા માટે લાયક જ છ' -એમ માનનારા શ્રી જૈનશાસનના મર્મને સમજ્યા જ નથી. “અપરાધી પણ ઉપકારી છે' -એમ માનનારો જ સાચી રીતિએ ક્ષમાનો ઉપાસક બની જાય છે. પોતાની જાતનો અપરાધ કરનાર ઉપર પણ ગુસ્સો જરૂરી છે' -એમ માનનાર શ્રી જૈનશાસનના રહસ્યથી અજ્ઞાત જ છે. એવા અજ્ઞાનો જ્યારે પ્રશસ્ત કષાયનાં વર્તન સામે પણ પ્રશસ્ત કષાયનો નિષેધ કરવાને માટે ક્ષમાની વાતો કરે છે, ત્યારે ખરે જ તેઓ વધુ દયાપાત્ર લાગે છે, એવાઓની ક્ષમાની વાતો, એ ખરે જ મિથ્યા આડંબર સિવાય બીજું કશું જ નથી. ઘોર મિથ્યાત્વથી રીબાતાઓની સઘળી જ સારી વાતો, એ અજ્ઞાન યા તો દમના નૃત્ય સિવાય અન્ય કશું જ હોતું નથી. એવાઓની સારી વાતો આદિ પણ ખોટા માટે જ હોય છે.
આ જાતિના ઉત્તમ વિચારો દ્વારા, ક્ષમાપ્રધાન આત્માની માફક એ પ્રમાણે ચિત્તવીને વિજય પોતાને ઘેર પહોંચ્યો સ્ત્રીને લીધા વિના જ આવેલા પુત્રને જોઇને, વિજયની માતાએ વિજયને પૂછયું કેભાઈ ! એકલો કેમ? માતાના એક પ્રશ્નનો ઉત્તર આપતાં વિયે, પણ જેવો ઉત્તર તેની સ્ત્રીએ પોતાના માતા-પિતાને આપ્યો હતો, તેવો જ ઉત્તર આપ્યો. પોતાની માતાને ઉત્તર આપતાં વિજયે કહાં કે- “હે માતા ! અપશુકનના કારણથી મેં વહુને આણી નથી.’ વિજ્ય જેવો વિચક્ષણ આત્મા આ ઉત્તર આપે છે,ત્યારે તે જરૂર સમજપૂર્વક આપતો હશે એમ માનવું જ રહ્યાં.
સામાન્ય રીતિએ ઉત્તમ આત્માઓની કોઇ પણ પ્રવૃત્તિ વિચારપૂર્વકની હોય છે. સામા આત્માનું
| ન થઇ જાય, એવી શુદ્ધ બુદ્ધિના યોગે અપાયેલો આવો ઉત્તર યોગ્ય જમનાવો જોઇએ. માતા પણ પોતાના પુત્રના ઉત્તરથી સંતોષ પામી.
આ પછી પ્રસંગે પ્રસંગે વિજયનાં માતા-પિતા વિજયને વહુને લઇ આવવા માટે ઘણી ઘણી રીતિએ કહેતાં હતાં, પણવિજ્યને તેડવા જવાનો ઉત્સાહ થતો જ ન હતો. માતા-પિતા વસ્તુસ્થિતિથી અજ્ઞાત હતાં
બાબા.
Page 114 of 234