________________
કરવાની તૈયારી થાય : પણ વિજ્ય, એ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. વિજય તો ક્ષમાના મર્મને પામેલો છે. એ જ કારણે, તેના ઉત્તરમાં આવા પ્રસંગે પણ ક્રોધ ઉત્પન્ન થતો નથી. આ બનાવને અનુલક્ષીને વિજય તો પોતાના આત્માને જ હિતશિક્ષા દેવા માટે તત્પર બને છે અને પોતાના જીવને ઉદ્દેશને તે ચિત્તવે છે
“હે જીવ ! તેણીના ઉપર તું રોષ ન કર અને રોષ કરીને દેહનો શોષ ન કર !”
આટલું સમજાવીને જ વિજ્ય અટકતો નથી, પણ પોતાના તે વિચારને પુષ્ટ કરવાને માટે, એ પોતાના આત્માની સાથે વાત કરતાં પોતાના આત્માને કહે છે કે
"सत्वो पुत्वकयाणं, कम्माणं पावए फलविवागं ।
अवराहेसु गुफेंसु य, निमित्तमित्तं परो होइ ।।१।।" "जइ खमसि दोसवंते, ता तुह खंतोइ होइ अवयसो । Bદ ન અમાસ તો તુહ પ્રવિ, સયા વંતોદ વાવIRI INશા”
હે જીવ ! સર્વ કોઇ પૂર્વે પોતે જ કરેલા કર્મોના ફલ વિપાને પામે છે અને અપરાધોમાં કે ગુણોમાં પર તો નિમિત્ત માત્ર જ હોય છે : વળી જો તું દોષવંતોને ખમે, તો જ તારે માટે ક્ષમાનો અવકાશ છે : પણ જો તું દોષવંતો ઉપર ક્ષમા નહિ કરે, તો તારા માટે પણ સદાય અસમાનો જ અવકાશ છે.”
વિજ્યના આવા ઉમદા વિચારો, એ ઉપાધ્યાયના વચનનો હિતકર તરીકે તેણે કરેલો જે સ્વીકાર, તેને જ આભારી છે. “આત્મહિતના અથિએ ક્ષમાપ્રધાન બનવું જોઇએ.' -આ હિતશિક્ષા સાચી આસ્તિકબધ્ધિએ સ્વીકારાય, તો જ ભયંકર ક્રોધ ઉત્પન્ન કરનારા પ્રસંગે પણ કલ્યાણકા આસેવન થઇ શકે. અન્યથા, ભયંકર ક્રોધ આવે એવા પ્રસંગે ક્ષમાનું આસેવન થવું, એ શકય નથી. સાચા આસ્તિકા વિના આવા અનુપમ વચનો પણ હિતકર નિવડતાં નથી. શાસ્ત્રીય વચનો પણ હિતકર રીતિએ સમજાવા માટે માર્ગાનુસારી ક્ષયોપશમની આવશ્યકતા છે. સુંદર જાતિના લયોપશમ વિના શાસ્ત્રીય વચનોનો સાચો ખ્યાલ આવવો એ જ અસંભવિત છે.
પોતાની જ પત્ની, રસ્તામાં, પોતાના પિતાને ઘેર પાછા જવાની એક લાલસાથી કુવામાં ફેંકી દઇને ચાલી જાય, એવા સમયે પણ કારમો ગુસ્સો આવવાના બદલે, ઉપાધ્યાયના વચનનો અમલ થવો અને પોતાના આત્માને ક્ષમાશીલ બનાવવાજોગ ઉમદા વિચારો આવવા, એ નાનીસની વાત નથી. વિજય પોતાના આત્માને સમજાવે છે કે-અશુભના ઉદયે કુવામાં પડવું પડ્યું. હવે એના પરિણામે કોપ કરવો, એ તો આ શરીરને બાળવા જેવું છે અને પુન: અશુભનું ઉપાર્જન કરવાનો જ પ્રયત્ન કરવા બરોબર છે. મારો કુવામાં પડવાનો બનાવ, એ કોઇ વિના કારણે જ બનેલો બનાવ છે એમ નથી, પણ મારા પૂર્વના પાપનું જ એ પરિણામ છે-એ વાત વિજયના હૃદયમાં બરાબર આવી જાય છે. કાર્યના વાસ્તવિક કારણનો આવો વિચાર, એ માર્ગાનુસારી વિચારણા વિના આવવો જ મુશ્કેલ છે. આવા ઉમદા વિચાર માટે વિવેકની આવશ્યકતા છે, એમ કોઇને પણ લાગ્યા વિના રહે તેમ નથી. “વર્તમાન અપરાધ રૂપ કે ગુણ ૩૫ બનાવ, એમાં અન્ય તો નિમિત્ત માત્ર જ હોય છે, પણ વાસ્તવિક રીતિએ એ પરિણામ પોતાનાં જ પૂર્વે કરેલાં કર્મોનું જ છે.” આવો અનુપમ ખ્યાલ, યોગ્ય આત્માઓમાં જ જન્મે છે. વિજયના અંતરમાં આ ખ્યાલે ઘણી જ સહેલાઇથી જન્મ્યો, એ એના આત્માની નિર્મલતાનો જ પ્રભાવ માનવો રહ્યો. સામાન્ય આત્મા આવા પ્રસંગે સામાના દોષને જ પ્રધાનતા આપી, સ્વ-પરનું કારમું અહિત આચરી નાખે છે, ત્યારે વિવેકી આત્મા આવા પ્રસંગે પોતાનો દોષ જોઇને પોતાનું તથા પરનું અહિત ન થવા દેતાં, સ્વ-પરનું
Page 113 of 234