________________
પ્રયત્ન કરે છે, એવા પ્રેમાળ પતિને પણ ધક્કે મારી કુવામાં નાખી કારમો વિશ્વાઘાત કરવો અને સહજ પણ દયા લાવ્યા વિના તેમજ આવા કારમા કુવામાં પતિનું શું થશે એનો સહજ પણ વિચાર કર્યા વિના, નાસીને પોતાના પિતાના ઘેર, પહોંચી જવું, એ શું કારમી નિર્દયતા વિના શકય છે ? કહેવું જ પડશે
કે-નહિ.
પોતાની પુત્રીને તેણીના પતિ સાથે શ્વસુરગૃહે મોકલવા છતાં પણ તેણી પાછી આવી, એટલે - “તે પાછી કેમ આવી ?' –એ જાણવાની ઇચ્છા માતા-પિતાને થવી એ સહજ છે. તેણીએ પણ પોતાના માતા-પિતા પૂછે અગર તો ન પૂછે, તા પણ ઉત્તર આપવાનો નક્કી કરી જ રાખ્યો હતો. માતા-પિતા ન પૂછે, તો પણ પાછી ચાલી આવેલી તેણીએ કાંઇક કહેવું જ પડશે, એમ તેણી જાણતી જ હતી અને એ માટે પણ ગોશ્રી તૈયાર જ હતી. આવું કારમું સાહસ કરનારી સ્ત્રી એવા ઉત્તરો અગર કલ્પિત વાતો કહેવામાં હુંશીયાર જ હોય. તેણીએ પણ જતાંની સાથે જ, માતા-પિતા પૂછે તે પહેલાં જ, સંતોષકારક કહેવાનું નક્કી જ કરી લીધું હતું. આથી તેણીએ ઘેર પહોંચતાની સાથે જ કહાં કે- “અપશુકનપણાથી તે મને લઇ ન ગયા.' -આ કથન એવું હતું કે- માતા પિતાને સારું લાગી જ જાય. માતા-પિતા પણ તેણીના એ કથનથી એમ સમજી ગયા કે- માર્ગે જતાં કોઇ ભયંકર જાતિના અપશુકન થયા હશે, એથી અમારા જમાઇ, અમારી દીકરીને નહિ લઇ જતાં પાછી મોકલી, પોતે એક્લા જ પોતાને ઘેર ચાલ્યા ગયા હશે ! આથી તેઓનું મન પણ વિવલ ન બન્યું અને આ બાઈ પણ શાંતિપૂર્વક માતા-પિતાને ઘેર રહેવા લાગી.
ગોશ્રી તો હવે નિશ્ચિતપણે રહેતી હતી : કારણ કે તેણીની એ ધારણા હતી કે-આવા કુવામાં પડેલ વિજય જીવવાનો નથી અને એના તથા મારા સિવાય આ વાતને ત્રીજું કોઇ જાણતું નથી : પરન્તુ અહીં બનાવ જૂદો જ બન્યો છે. ગોશ્રીએ વિજયને ધક્કો માર્યો અને વિજય કુવામાં પડ્યો, પણ તે કુવામાં એક વક્ષ ઉગેલું હતું. અને કુવામાં પડતા એવા વિજયના હાથમાં તે વૃક્ષ આવી ગયું. આથી તે વિજય અચાનક પ્રાપ્ત થએલી મૃત્યુની કારમી આપત્તિમાંથી સહજ રીતિએ બચી ગયો. એ વૃક્ષના અવલમ્બનથી તે વિના વિને કુવામાંથી બહાર નીકળ્યો. ભાગ્યનો ઉદય જાગૃત હોય છે, તો કોઈ જ વાંકો વાળ કરી શકતું નથી. આયુષ્ય બલવત્તર હતું એ કારણે, પોતાની અભિલાષા પૂર્ણ કરવા માટે પોતાની જ સ્ત્રીએ મારી નાખવાનો કારમો પ્રયત્ન કર્યો એ છતાં પણ વિયને કશી જ હાનિ ન પહોંચી. પ્રબળ પુણ્યોદય હોય તો આપત્તિ પણ સંપત્તિ રૂપ બની જાય છે. શત્રુના મનોરથ પણ પુણ્યશાલિથી નથી ફળતા. કુવામાં પણ વૃક્ષનું આલંબન મળી જવું અને એ આલંબન પણ કોઇની ય સહાય વિના બહાર નીકળી શકાય એવું મળવું, એ પ્રબળ પુણ્યોદય વિના શક્ય નથી. પાપના ઉદયે સ્ત્રી કુવામાં નાખનારી મળી, પણ પુણ્ય અખંડિત રાખનાર મળ્યું. આવું આવું સઘળુંય સંસારમાં સુસંભવિત છે.
હવે આવા ભયંકર અપરાધ કરનારી સ્ત્રી ઉપર પણ સ્વભાવથી સૌમ્યપણાને ધરનારો વિજ્ય કોપ નથી પામતો. કોપ નથી પામતો એટલું જ નહિ, પણ સ્વભાવથી સૌમ્ય એવો વિજ્ય પોતાના ચિત્તમાં ચિતવે છે કે- “તેણીએ મને કુવામાં શા માટે નાખી દીધો હશે?’ આ રીતિએ ગોશ્રીના તે દુષ્ટ પણ કૃત્યના કારણનો વિચાર કરતાં કરતાં, તે એવા નિશ્ચય ઉપર આવ્યો કે- પોતાના પિતાના ઘેર જવામાં તેણી પ્રવણ ચિત્તવાળી જણાતી હતી અને એવા ચિત્તવાળી હોવાના કારણે જ તેણીએ એમ કર્યું હોય એમ લાગે છે.
પોતાની સાથે આવતી પોતાની સ્ત્રીની રીતભાત આદિથી વિજય આ વાત જાણી શક્યો હોય તો એ અસંભવિત નથી : પણ આવા હેતુથી એક પત્ની આવું કારમું અકાર્ય આચરે, એ સામાન્ય દ્રષટિએ સન્તવ્ય ન જ ગણાય. સામાન્ય દ્રષ્ટિએ તો આ કાર્ય અન્તવ્ય જ ગણાય અને એ માટે સર્ણ શિક્ષા
Page 112 of 234