SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પામેલા પોતાના પુત્ર વિજ્યને, તેનાં માતા-પિતાએ વસંતપુરમાં રહેતા સાગર નામના શ્રેષ્ઠિની “ગોશ્રી' નામની પુત્રી સાથે પરણાવ્યો. વિય પણ તે વખતે તે પોતાની પરણેલી સ્ત્રીને તેના પિતાને ઘેર જ મુકીને પોતાના નગર પ્રત્યે આવ્યો. આ પછી કોઇ એક દિવસ પોતાની પત્નીને પોતાને ઘેર લાવવાને માટે, વિજ્ય પોતાના શ્વસુરના ફલે ગયો. પોતાનો જામાતા તેડવા માટે આવેલો હોઇ, વિજ્યના શ્વસુરે પણ પોતાની તે ગોશ્રી નામની પુત્રીને વિજયની સાથે રવાના કરી. ગોશ્રી વિજયની સાથે રવાના તો થઇ, પરન્તુ તેણીની ઇચ્છા કોઈ પણ કારણે પિતાનું ઘર તજવાની નહિ હતી. રસત્તે ચાલતાં તેણીના હૃદયમાં એ જ વિચાર રમતો હતો કે- “મારે મારા પિતાને ઘેર પાછા જવું છે, પણ એ બને શી રીતિએ ?' આ વિચારમાં ને વિચારમાં ગોશ્રીએ કારમો નિર્ણય કર્યો. પોતાની ઇચ્છાને સફળ બનાવવાને માટે તેણીએ પોતાના સ્વામી વિજયનું મૃત્યુ નિપજાવવાનો વિચાર કર્યો. વિચારો કે- આ કેટલી બધી ક્રૂરતા છે? પતિની સાથે નથી જવું અને પિતાને ઘેર પાછા ફરવું છે, એટલા માટે ગોશ્રી પોતાના પતિ એવા પણ વિજ્યનો વિનાશ સાધવાનો નિર્ણય કરે છે. અધમ આત્માઓ પોતાના થોડાક સ્વાર્થ માટે સામાના ભયંકર પણ નુકશાનને કરતા અચકાતા નથી. અધમ આત્માઓને સામાના લાભ-નુકશાનની ચિન્તા જ હોતી નથી. અધમ આત્માઓ તો પોતે માનેલી પોતાની અનુકૂળતા પ્રાપ્ત થાય, એ માટે નીચમાં નીચ કર્મો આચરતાં પણ અચકાતા નથી. એવા આત્માઓ વિશ્વાસુ અને ઉપકારી એવા પણ આત્માઓનો નાશ સાધવાને ય તત્પર બની જાય છે. ગોશ્રી એવા અધમ આત્માઓમાંની જ એક છે અને એથી પિતાના ઘરે પાછા જવાની ઉત્કંઠાવાળી બનેલી તેણીએ વિજયને કહ્યું કે“હે નાથ ! મને ખૂબ જ તૃષા લાગી છે, તૃષા રૂપી પિશાચણી મને ખૂબ જ પીડી રહી છે.” અધમ સ્ત્રીઓ પોતાની બૂરી ઇચ્છાને પૂર્ણ કરવા માટે ભયંકર ઢોંગ પણ આચરી શકે છે. ખરેખર સ્ત્રીસ્વભાવ કોઇ વિલક્ષણ જ હોય છે. કુદરતી દ્રતાં આદિ અનેક સ્વાભાવિક દોષો સ્ત્રીઓમાં હોય છે. જો કે-અતિ પવિત્ર એવી પણ મહાસતીઓ અનેક થઇ છે, કે જે મહાસતીઓ શાસનની પરમ આરાધક અને પ્રભાવક બની, કેવલજ્ઞાન પામી, શ્રી સિદ્ધિપદને પણ સાધી ગઇ છે : પરન્ત જે સ્ત્રીઓ ઉત્તમ ગુણને પામેલી હોતી નથી અને ધર્મથી અપરિચિત હોય છે, એવી સ્ત્રીઓમાં તો સુદ્રતા આદિ અનેક દોષોનો અનુભવ ડગલે ને પગલે થવો, એ સહજ છે. ગોશ્રી તૃષાથી પીડાતી હતી અને એ માટે જ તેણીએ વિજયને તૃષાતુરતાનું કહયું હતું એમ નથી : તેણી તો પ્રપચ રમી રહી હતી અને પ્રપંચથી જ તેણીએ પોતાની તૃષાતુર દશા એવી ભયંકર બતાવી, કે જેથી વિજયને એમ નિશ્ચિત લાગ્યું કે- ‘જો આને અત્યારે જ પાણી નહિ મળે, તો આ જીવી શકશે નહિ.” આમ લાગવાથી, વિજયે પણ તરત જ પોતાની તે પત્નીને કહાં કે. “હે પ્રિયે ! તું આવ, આ કુવામાંથી હું તને પાણી પાઉં છું.” આ પ્રમાણે બોલતો વિજય કુવા તરફ ચાલ્યો અને પોતાની પાછળ આવતી પોતાની સ્ત્રી સાથે વિજ્ય કુવા ઉપર પહોંચ્યો. વિશ્વરત એવો વિજ્ય કુવાનું અવલોકન કરવામાં તત્પર બન્યો અને કેટલામાં તે પાણી કાઢે છે, તેટલામાં તો તેની પ્રિયા ગોશ્રીએ પાછળથી વિજયને ધક્કો મારી કુવામાં નાંખ્યો. પોતાના પતિ વિયને કુવામાં નાખીને ગોશ્રી જલ્દી ભાગી અને પોતાના ગામમાં આવી પિતાને ઘેર પહોંચી ગઇ. સમજી શકાશે કે-ધર્મમાર્ગને નહિ પામેલી સ્ત્રી જાત કેટલી કારમી નિર્દય હોઇ શકે છે ? પોતાના વિશ્વાસ પતિને, કે જે પતિ પોતાની તૃષા મટાડવાને માટે જુના કુવાના ઉપર જઇ તપાસી પાણી કાઢવાનો Page 111 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy