________________
‘આત્મહિતના અર્થી નરે ક્ષમાપ્રધાન થવું જોઇએ' -આ વાતની સિદ્ધિ માટે ક્ષમાની સુખદાયતા મહાપુરૂષના વચનથી પુષ્ટ કર્યા બાદ, હવે ક્ષમાની પ્રધાનતા વર્ણવતાં પણ તે ઉપાધ્યાય વિજ્યને ક્યે છે
કે
“નિનનળી રમળીળ, મળીળ વિશ્વામળી નહા પવરો । પ્પલયા ય થયાળ, તહા મા સવધમ્માનં ||9||" " इह इक्कं चिय खन्ति, पटिषज्जिय जियपरिसहकसाया ।
સાયાનંતમાંતા, સત્તા પત્તા યં પરમં ।।શા”
“રમણીઓમાં જેમ શ્રી જિનેશ્વરદેવની નની એ પ્રધાન છે : મણિઓમાં જેમ ચિંતામણિ પ્રવર છે : અને લતાઓમાં જેમ ક્લ્પલતા એ પ્રધાન છે : તેમ સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ ક્ષમા છે ! ગતમાં એક ક્ષમાને જ અંગીકાર કરીને, જીતી લીધેલા છે પરિષહો અને કષાયો જેઓએ એવા અનંતા સત્ત્વો, અનંત છે શાતા મા એવા પરમપદે પહોંચ્યા છે.” આવા મહત્ત્વભર્યા ક્ષમાધર્મના સ્વરૂપને જાણ્યા પછી તો એમ જ લાગવું જોઇએ કે-ક્ષમા એ જ સર્વસ્વ છે. ક્ષમાની એ પણ એક મહત્તા જ છે કે-અપકારના ભયથી પણ ક્ષમાનું સેવન કરનારા આત્માઓ કારમા અપકારથી બચી જાય છે. એ જ રીતિએ ઉપકારને ધ્યાનમાં રાખીને, ઉપકારિના કઠોર વચન આદિની સામે ક્રોધને મારી ક્ષમાને ધરનારા આત્માઓ, આ ગતમાં પણ કૃતજ્ઞપણાની નામનાને પામી, અનેકોમાં માનનીય બને છે અને અનેકો માટે અનુકરણીય પણ બની જાય છે. આ રીતિએ અપકાર અને ઉપકારને નિમિત્ત બનાવી ક્ષમાનું સેવન કરનારા જ્યારે આવા લાભોને પામે છે, તો પછી જેઓ- ‘ક્રોધનાં ફલ કટુ છે’ -એમ સમજીને ક્રોધના શરણે નહિ જ્યાં ક્ષમાના ઉપાસક બને છે, તેઓ અધિક નામાંક્તિ બની, સ્વ-પરના શ્રેયમાં વધુ નિમિત્ત બને, એમાં આશ્ચર્ય પણ શું છે ? એવા આત્માઓ માટે શત્રુઓ પણ નિર્ભય રહે છે. એવાઓના શત્રુઓ પણ સમજે છે કે “આ ભાગ્યવાન આત્માઓ -‘ક્રોધનાં ફલ કટુ છે' -એમ માની, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધના શરણે જ્વાને બદલે એનો ક્ષમા દ્વારા સંહાર કરી, કેવલ ક્ષમાની ઉપાસનામાં જ ઉજ્જ્ઞાળ રહેનારા છે.” આ રીતિએ સાચા ક્ષમાશીલ આત્માઓ ગુસ્સે થઇ અનર્થ કરશે, એવો ભય એવાઓના શત્રુઓને પણ નથી હોતો. ક્રોધ, એ આત્માનો પરમ શત્રુ છે અને એ કારણે શાસ્ત્રે ક્રોધનો નિષેધ કર્યો છે. ‘શાસ્ત્રે ક્રોધનો નિષેધ ર્યો છે, માટે ક્રોધ થાય જ નહિ' -એમ માની, ક્ષમાના સેવક બનેલા મહાપુરૂષોની દશા તો અનુપમ જ હોય છે. ‘અનંતજ્ઞાનિઓની આજ્ઞા' -એ જ જેઓનું જીવનસર્વસ્વ હોય છે, તેઓ માટે જ ઉત્તમમાં ઉત્તમ કોટિની ક્ષમાનું આસેવન શક્ય બને છે. આવી જાતિની વચનક્ષમાના સેવકો પરિણામે ક્ષમામય સ્વભાવવાળા બની જાય છે. પછી એ પરમષિઓને શાસ્રવચનની અપેક્ષા પણ ક્ષમા માટે રાખવી પડતી નથી. પછી તો એ પરમષિઓ જ મૂર્તિમંત ક્ષમા બની જાય છે. આવી લોકોત્તર ક્ષમાના સ્વામિઓ તો અહીં જ મુક્તિસુખનો આસ્વાદ અનુભવે છે.
ઉપાધ્યાયે વિજ્યને ક્ષમાનો ઉપદેશ આપ્યો અને - ‘આત્મહિતના અર્થી નરે ક્ષમાપ્રધાન થવું જોઇએ' -એમ કહી ક્ષમાની મહત્તા વર્ણવી વિજ્યને ક્ષમાશીલ બનવાની ઉપાધ્યાયે પ્રેરણા કરી.
ઉપાધ્યાયની આ પ્રેરણા વિજ્યને ખૂબ જ રૂચી. ક્ષમાધર્મની આરાધનાનો એ ઉપદેશ, વિજ્યને અમૃત સમાન લાગ્યો. અમૃતની વૃષ્ટિ જેટલી પ્રિય લાગે, તેટલી જ પ્રિય વિજ્યને ઉપાધ્યાયની ઉક્તિઓ લાગી અને એથી અમૃતની વૃષ્ટિ જેવા તે વચનને તે વિજ્યે તત્ત્વબુદ્ધિથી ગ્રહણ કર્યું. આ રીતિએ ક્ષમાક્ષીલ બનેલ વિજ્ય અભ્યાસ કરતાં કરતાં વિદ્વાન બન્યા અને અતિશય શુદ્ધ તરૂણપણાન પામ્યા. યૌવનને
Page 110 of 234