________________
દુ:ખોનું મૂળ છે, ત્યારે ક્ષમા એ સઘળાંય સુખોનું મૂળ છે : અને એ જ રીતિએ માન, એ જ્યારે અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય એ ગુણોનું મૂળ છે.
પ્રાણી માત્ર પોતાની જાતને સુખી બનાવવાને ઇચ્છે છે, એમાં તો બે મત છે જ નહિ; આમ છતાં પણ, ક્રોધના ઉપાસક લગભગ બધા છે, જ્યારે ક્ષમાના ઉપાસક કોઇક વિરલા જ છે. ‘ગતના જીવોમાં દુ:ખી સૌ કોઇ અને સુખી કોઇક એમ કેમ દેખાય છે ?' -આવો પ્રશ્ન, આ વસ્તુને જાણ્યા પછી તો નહિ જ ઉઠવો જોઇએ. દુ:ખના કારણને સેવનારા સો હોય, તો દુ:ખી પણ સૌ હોય એમાં કારણાનુરૂપ કાર્યને માનનારાઓને મુંઝવણ ન જ થાય. સુખના કારણની સેવા વિના સુખની આશા રાખવી, એ તો અંગારામાં હાથ ઘાલીને ઠંડની આશા રાખવા જેવું છે અને એવી આશાઓ તો સદા વંધ્ય જ રહેવાને સરજાયેલી હોય છે. અનંત ઉપકારિઓ ‘ક્ષમા' ને સઘળાય સુખોનું મૂળ કહે છે, છતાંય અજ્ઞાનિઓ ક્રોધમાં જ જાણે સર્વ સુખ સમાયેલ હોય એમ માની, વાત-વાતમાં ક્રોધાવિષ્ટ બની સાક્ષાત્ ચંડ ચંડાલનું રૂપ ધારણ કરે છે. આવા અજ્ઞાનિઓ ક્રોધની હયાતિના સમયમાં સળગે છે તથા આવેશમાં અકરણીય આચરવાથી પાછળ પણ તેઓને માટે પસ્તાવાનો સમય આવે છે અને પરિણામે તેઓને દુ:ખદાયક કારમાં સંસારમાં ચિરકાલ પર્યંત પરિભ્રમણ કરવું પડે છે. સંસારમાં ઘણા માણસો તો એવા છે, કે જેઓ પૂર્વના પુણ્યના પ્રતાપે ફાવતા હોય છે, તે છતાં પણ, જાણે પોતે અવસરે ક્રોધ કરી શકે છે. એ જ કારણે પોતે ફાવે છે, એમ માની ક્રાધની ઉપાસનામાં નિમગ્ન બન્યા કરે છે.માત્ર પોતે જ ક્રોધની ઉપાસનામાં લાગી જાય છે એટલું જ નહિ, પણ અન્ય આત્માઓને પણ એવાઓ ક્રોધની ઉપાસના માટે સલાહ આપે છે અને સમજાવે છે કે- ‘અવસરે સમજાવી દેવું જોઇએ કે- મને છેડવામાં માલ નથી.' આવા ઉન્મત્તો, વધારામાં, ક્રોધની દુ:ખમૂલકતા સમજાવતાં શાસ્ત્રો માટે પણ એલફેલ બોલતા બની જાય છે. ક્ષમાશીલ આત્માઓની પણ એવાઓ થેકડી કરે છે. જ્ગતની આ દશા જોતાં, ગતમાં સૌ કોઇ દુ:ખી હોય અને કેટલાંક જ સુખી હોય એથી આશ્ચર્ય પામવા જેવું શું છે ?
સુખનું અર્થી જ્ગત ગુણથી તો જાણે બેપરવા જ હોય એવું ભાસે છે, પણ તે સુખના સાધનથી પણ બેપરવા છે અને એ જ રીતિએ પોતાની જાતને ગુણવાન તરીકે ઓળખાવવાની ખ્વાહેશ રાખનારાઓ પણ ગુણના કારણના વૈરી બને છે તથા અનર્થોના કારણ રૂપ માનના ઉપાસક બને છે. માન જ્યારે સઘળાય અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય એ સઘળાય ગુણોનું મૂળ છે, એમ અનંત ઉપકારિઓ ફરમાવે છે ! છતાં પણ માનની ઉપાસનામાં પડી વિનયથી પરવારી ચૂકેલા, પોતાની જાતને ગુણવાન બનાવવા ભાગ્યશાલી નિવડે, એ બનવું ક્યી રીતિએ શક્ય છે ? પણ અજ્ઞાન જ્ગત આવી શક્યતા-અશક્યતાના અભ્યાસ માટે પણ તૈયાર ક્યાં છે ? આનો અભ્યાસ એ જાતિનો છે, કે જે અભ્યાસથી દુર્ગુણો પોષાય અને ક્લ્યાણના અર્થી આત્માઓ પણ અકલ્યાણકારી માર્ગના ઉપાસક બની જાય. સુખના અસ્થિએ ક્રોધનો અને ગુણના અએિ માનનો ત્યાગ કરવો જોઇએ તેમજ ક્ષમા તથા વિનયનો સ્વીકાર કરવો જોઇએ. ‘ક્રોધ, એ સર્વ દુ:ખોનું મૂળ છે અને ક્ષમા એ, સર્વ સુખોનું મૂળ છે. એ જ પ્રમાણે માન, એ સઘળાય અનર્થોનું મૂળ છે, ત્યારે વિનય, એ સઘળા ગુણોનું મૂળ છે.' -આવું સમજાવનારાઓ પણ આજે વિશ્વમાં દુર્લભ થઇ પડ્યા છે. એવું શિક્ષણ આપવાની આજે ઘેર મા-બાપોને અને નિશાળે શિક્ષકોને દરકાર જ ક્યાં છે ? સુંદર શિક્ષણ હોય તો ગુણ-દોષનો વિવેક અન દોષોનો ત્યાગ તથા ગુણનો સ્વીકાર થવો, એ ઘણી જ સહેલાઇથી શક્ય બને છે. ક્ષમાની પ્રધાનતા :
Page 109 of 234