SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જો વસ્તુત: ધર્મની ભૂખ લાગી હોત, તો આજે કેટલાક ધર્મી ગણાતાઓમાં, ધર્મ પામવાને લાયક આત્માઓમાં પણ જે ગુણો જોઇએ તે બીલકુલ નથી દેખાતા, તે એમ બનત નહિ કોનામાં ધર્મની સાચી ભૂખ છે અને એથી ધર્મ થાય છે તેમજ કોનામાં ધર્મની વાસ્તવિક ભૂખ નહિ હોવા છતાં પણ ધર્મ થાય છે, એનો વ્યક્તિગત નિશ્ચય જ્ઞાની સિવાય બીજા કરી શકે નહિ ? માટે સમૂહગત વાતનો વિચાર કરીને, દરેકે સ્વયં પોતાનામાં ધર્મની સાચી ભૂખ છે કે નહિ, એનો નિર્ણય કરી લેવો જોઇએ. જે ગુણ વ્યવહારને સારી રીતિએ ચલાવવાને માટે પણ જોઇએ છે, કુટુંબને નિભાવવાને માટે પણ જોઇએ છે અને ઘરના કેટલાક રિવાજોને જાળવવાને માટે પણ જોઇએ છે, તે ગુણ શું ધર્મને મેળવવામાં નહિ જોઇએ ? જરૂર જોઇએ : આમ છતાં પણ આજે કેટલાકોમાં ધર્મ પામવાને માટે પણ જે ગુણ જરૂરી ગણાય, તે ગુણ નથી. જો એ ગુણ હોત તો આજે જે પારકા દોષો અને પોતાના અછતા પણ ગુણો જોવાની ટેવ પડી છે તે પરત નહિ. આજની જેમ વગર જોયે, વગર જાણ્ય, વગર તપાસ્ય, વગર વિચાર્યે નિદા કરવાની ટેવ, ધર્મ પામવાને લાયક આત્માઓમાં પણ હાય નહિ, તો ધર્મિમાં તો હોય જ શાની ? ગંભીરતા અને ધીરતા વિના, સામાના અછતા દોષો પણ બોલાય છે, ત્યાં સામાના દબાવવા યોગ્ય દોષોને પણ હૈયામાં પચાવવાની તાકાત આવે જ કયાંથી ? આવશ્યક ગંભીરતાનો અભાવ અને નિન્દાવૃત્તિ, એ ભયંકરમાં ભયંકર દુર્ગુણ છે. આપણે હેજ ગંભીરતા તજીએ, તેમાં ય બીજા આત્માને કેટલું નુકશાન થાય, એનો કદિ વિચાર કર્યો છે ? સન પ્રાય: દોષ તરફ દ્રષ્ટિ કરે નહિ અને દોષ દેખાઇ જાય, તો પણ હિત જણાય તો જ બોલે, નહિતર ગમે તેવા પારકાના દોષને બોલે પણ નહિ. એ માટે પ્રશાન્તાત્મા વિજયનો પ્રસંગ દરેકે વિચારવા જવો છે. શ્રી વિજય શેઠનું દ્રષ્ટાંત : આ ભરતક્ષેત્રમાં વિજ્યવર્ધન નામનું એક પુર હતું. એ પુરમાં વિશાલ નામનો એક શ્રેષ્ઠી હતો અને તે સુપ્રસિદ્ધ હતો. વિશાલ નામના એ સુપ્રસિદ્ધ શ્રેષ્ઠિને એક પુત્ર હતો એનું નામ “વિજય” હતું. એ વિજ્ય, કર્યો છે ક્રોધ રૂ૫ યોદ્વાનો વિજ્ય જેણે એવો પ્રશાન્તાત્મા હતો. ઉત્તમ આત્માઓ જન્મથી શાંત સ્વભાવવાળા હોય છે. સ્વભાવથી પ્રશાન્ત આવા આત્માઓને, જો સામગ્રી સુંદર મળી જાય, તો તો ક્રમશ: તેઓનો એ ઉત્તમ સ્વભાવ ખૂબ જ ખીલી ઉઠે, એ પણ સ્વાભાવિક જ છે. મહા ભાગ્યવાન વિજય માટે પણ એમ જ બન્યું છે. કોઇ એક દિવસે વિજયને બોધ આપતાં, તેના ઉપાધ્યાયે કહ્યું કે- “આત્માનું હિત ઇચ્છતા પુરૂષ ક્ષમાપ્રધાન થવું જોઇએ.” પોતાના ઉપાધ્યાયના મુખેથી ઉચ્ચારાએલું આ સ્થન વિજ્યને ઘણું જ ગમ્યું. ઉપાધ્યાયે એટલું જ કહીને મૌન નહોતું સેવ્યું, પણ ક્ષમાગુણની મહત્તા ખૂબ જ સમજાવી હતી. ક્ષમાગુણની મહત્તા સમજાવવા સાથે, વિનયગુણની મહત્તા અને ક્રોધ તથા માનની અનર્થકારિતા તરફ પણતે ઉપાધ્યાયે વિજયનું ધ્યાન ખેંચ્યું હતું. અનંત ઉપકારિઓએ કહેલું છે કે "खंती सुहाण मूलं, मूलं कोहो दुहाण सयलाणं । विणओ गुणाण मूलं, मूलं माणो अणत्थाण ||१||" “ક્ષમા, એ સુખોનું મૂલ છે : ક્રોધ, એ સઘળાય દુ:ખોનું મૂળ છે: વિનય, એ ગુણોનું મૂળ છે : અને માન, એ અનર્થોનું મૂલ છે.” મહાપુરૂષોના આ કથનને સાંભળનારો આત્મા જો આત્મહિતનો અર્થી હોય અને લઘુકમિતાના પ્રતાપે શ્રદ્ધાળુ હોય, તો તે ક્રોધના ત્યાગપૂર્વક ક્ષમાની ઉપાસના કરવાને અને માનના ત્યાગપુર્વક વિનયની ઉપાસના કરવાને સજ્જ બન્યા વિના રહે જ નહિ. ક્રોધ, એ જ્યારે સઘળાય Page 108 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy