________________
સમર્થ બની શકતી નથી. ગ્રથૈિદેશે આવ્યા પછી જો અપૂર્વકરણને પામવા જોગી લાયકાત જીવમાં પ્રગટે, તો જ ગ્રન્વિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિઓની પણ સાચી સફળતા છે. બીચારા અભવ્ય જીવો તો સ્વભાવે જ એવા છે કે-તેઓ ગ્રન્થિદેશ આદિને પામે છે, તો પણ તેઓમાં અપૂર્વકરણને પામવા જોગી લાયકાત પ્રગટી શકતી જ નથી, જ્યારે દુર્ભવ્ય જીવોને કાળની અપરિપકવતા પ્રધાનપણે નડે છે, એટલે તેઓ સ્વભાવે મુકિતગમનની યોગ્યતાને ધરનારા હોવા છતાં પણ, તેઓને થયેલી ગ્રન્થિદેશ આદિની પણ પ્રાપ્તિ ય, તેઓમાં અપૂર્વકરણને પામવા જોગી લાયકાત પ્રગટાવવાને સમર્થ બનતી નથી. ભવ્ય આત્માઓને માટે પણ પ્રષેિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફલ બની શકે છે, કે જ્યારે તેમને ભવિતવ્યતા આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ધર્મની જરૂરીયાત :
જીવનમાં ધર્મની જરૂરીયાત શી છે, મનુષ્ય માત્ર ધર્મ કરવાની શા માટે જરૂર છે, એ વિષે તત્ત્વજ્ઞાની મહાપુરૂષોએ ઘણી ઘણી વાતો જણાવી છે; અને ભારપૂર્વક ફરમાવ્યું છે કે-આ મનુષ્યગતિ ઉત્તમમાં ઉત્તમ હોવા છતાં પણ, એની પ્રાપ્તિ અતિશય દુર્લભ હોવા છતાં પણ, જો એ પામ્યા પછી ધર્મથી સર્વથા વંચિત રહેવાય, તો એ મહાકમનશિબી છે. ધર્મની જરૂરીયાત તો દુનિયાના સામાન્ય વ્યવહારો ઉપરથી પણ સમજી શકાય તેમ છે. નીતિ આદિ સામાન્ય ધર્મોને, ધર્મમાં નહિ માનનાર અને અધર્મમાં નિ:શંકપણે પ્રવર્તનારને પણ માનવા પડે છે : કારણ કે-એ વિના વ્યવહાર પણ નિભવો મુશ્કેલ બને છે. અનીતિમાનને પણ, પોતે નીતિમાન તરીકે ઓળખાય અને નીતિમાન તરીકેની-પોતાની નામના બની રહે, એવા પ્રયત્નો કરવા પડે છે. એટલે એ દ્રષ્ટિએ વિચારનારને પણ ધર્મની જરૂર સમજાયા વિના રહે તેમ નથી. બાકી જેઓ આત્માના અને કર્મના સંબંધને અને સ્વરૂપને સમજે છે અને માને છે, તેઓ તો ધમની જરૂરીયાતને સમજે જ છે. કારણ કે-એક ધર્મ જ એવી વસ્તુ છે કે-એની જો જ્ઞાનિઓની આજ્ઞા મુજબ આચરણા થાય, તો આત્મા જ્યાં સુધી આ સંસારમાં રહેવું પડે ત્યાં સુધી આરાધના માટે અનુકૂળ સામગ્રીથી વંચિત રહે નહિ અને અન્ને સર્વ સુખના સ્થાન રૂ૫ મોક્ષને પણ પામ્યા વિના રહે નહિ. જ્ઞાતિઓ ફરમાવે છે કે-આ ઉત્તમ પણ જીવનની કિમત ધર્મ શિવાય નથી : કારણ કે-જો ધર્મ જ ન હોય, તો આ જીવનની જે હેતુથી મોટી કિમંત આંકી, તે હેતુ જ ઉડી જાય છે. એટલે જીવનમાં ધર્મની જરૂરીયાત પૂરેપુરી છે : પણ ધર્મ વિના લાયકાતે આવે નહિ. ધર્મ જરૂરી હોવા છતાં પણ, જ્યાં સુધી આત્માને ધર્મની વાસ્તવિક ભૂખ નથી લાગતી, ત્યાં સુધી આત્મા ધર્મના માર્ગે જે રીતિએ વળવો જોઇએ તે રીતિએ વળતો નથી : આત્મામાં ધર્મની વાસ્તવિક ભૂખ જાગ્યા વિના, જો આત્મા ધર્મ તરફ વળેલો હોય, તો માનવું કે-આમાં હેતુ બીજો જ છે : અને બીજો જ હેત હોવાના યોગે, ધર્મનું જે ફળ મળવું જોઇએ તે મળે નહિ. વિપરીત હેત હોય તો વિપરીત ફળ પણ મળે, એ દેખીતી વાત છે. ભોજન શા માટે ? ભૂખને માટે ને? ભોજનમાં ભૂખને શમાવી, શરીરને તાકાત આપવાનો ગુણ છે કે નહિ? પણ એ જ ભોજન જો અજીર્ણથી લાગેલી ભૂખના યોગે લેવાય તો ? અજીર્ણની ભૂખ એ વાસ્તવિક ભૂખ ન કહેવાય. એવી ભૂખ વખતે લેવાએલું ભોજન ફાયદો તો નથી કરતું, પણ નુકશાન કરે છે. જેમ અજીર્ણ હોવા છતાં પણ ખાવાની ખોટી ભૂખ લાગે છે, તેમ ધર્મની ભૂખ ન લાગી હોય છતાં આત્મા ધર્મ તરફ વળે, ત્યારે એમાં હેતુ કોઇ બીજો જ છે એમ નક્કી થાય. ધર્મની સાચી ભૂખ લાગ્યા વિના આત્મા ધર્મ તરફ વળે, તો સમજવું કે-ભૂખ બીજી ને ખોરાક બીજો. એમાં ભૂખને બીજી રીતિએ પોષાય છે. સામાન્ય ગુણો પણ કેમ નથી ?
Page 107 of 234