SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ ખપાવી હોય, ત્યાં સુથી તો જીવ સમ્યકત્વના બીને પણ પામી શકતો નથી; એટલું જ નહિ, પણ ત્યાં સુધી તો જીવ શ્રી જિનશાસનની કોઇ માત્ર કોરી ક્રિયાને પણ પામી શકતો નથી. એવા જીવને તો શ્રી નવકાર મંત્રના પ્રથમ પદનો જે ઉચ્ચાર, તે પણ પ્રાપ્ત થતો નથી. ત્યારે પ્રશ્ન એ છે કે-આ બધાની પ્રાપ્તિ જીવને જો થાય તો તે કયારે થઇ શકે ? ત્યારે જ, કે જ્યારે સાતેય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ ઓછી થવા પામે ! ગ્રન્થિદેશને તથા દ્રવ્ય શ્રતને અને દ્રવ્ય ચારિત્રને પામે તો પણ અપૂર્વકરણને પામે નહિ એવા જીવો શાસ્ત્રાર પરમર્ષિ ફરમાવે છે કે-જીવો જ્યારે આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાં પણ ઓછી, એટલે કે-પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળા બને છે; ત્યારે એવા જીવોમાંનો કોઇક જીવ અપૂર્વકરણ દ્વારા શુદ્ધ ધર્મને પામે છે. કરણ એટલે અધ્યવસાય, કે જે પરિણામ તરીકે ઓળખાય છે. કરણોના મુખ્ય વિભાગો ત્રણ છે : પહેલું યથાપ્રવૃત્તિ-કરણ, બીજું અપૂર્વ-કરણ અને ત્રીજું અનિવૃત્તિ-કરણ. આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મો જ્યારે એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિમાં પણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી ન્યૂન સ્થિતિવાળાં બને છે, ત્યારે જીવ ગ્રન્થિદેશે આવ્યો-એમ કહેવાય છે. ગ્રદેિશને સધી તો, અભવ્યો અને દુર્ભવ્યો પણ અનંતી વાર આવી શકે છે. ગ્રથૈિદેશને જીવ પુરષાર્થના બલે જ પામે છે, એવું નથી. ગ્રન્થિદેશને પામવામાં પણ પાંચેય કારણોનો સમાગમ તો જોઇએ જ, પણ ગ્રન્થિદેશને પામવામાં પુરુષાર્થની પ્રધાનતા ગણી શકાય એમ નથી. ગ્રન્થિદેશની પ્રાપ્તિ જીવને નદીધોલપાષાણ-ન્યાયે થાય છે. નદીમાં અથડાતા પત્થરો જેમ ટીચાતા ટીચાતા એવા ગોળ બની જાય છે કે-કદાચ કારીગરો પણ એ પત્થરોને એવા ગોળ અને સ્પર્શમાં મુલાયમ બનાવી શકે નહિ; એવી રીતિએ જે જે કાર્યોનિ નિષ્પત્તિ થાય, તે તે કાર્યો નદીઘોલપાષાણ-ન્યાયે નિષ્પન્ન થયાં એમ કહેવાય છે. એ નદીઘોલપાષાણ-ન્યાયે જીવને યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશની પ્રાપ્તિ થાય છે. આ રીતિએ ગ્રન્થિદેશે આવેલા જીવો, જો તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય, તો યથાપ્રવૃત્તિ-કરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતા પામતા દ્રવ્ય શ્રતને અને દ્રવ્ય ચારિત્રને પણ પામી શકે છે. એવા કાલમાં કોઇ કોઇ જીવો મોક્ષનો અદ્વેષ કેળવવાના યોગે દ્રવ્યથી ઉટ ગણાય એવું સાધુપણું પાળનારા બનીને, નવ રૈવેયક સુધી પણ પહોંચી શકે છે. ગ્રન્થિદેશે આવેલા જીવો નવ પૂર્વથી ઉપરના અને દશમા પૂર્ણ પૂર્વથી નીચેના જ્ઞાનને પણ પામી શકે છે. જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશને પામે નહિ, ત્યાં સુધી તો તે આવું પણ કાંઇજ પામી શક્તો નથી. ગ્રન્થિદેશે આવેલા જીવો પૈકીના કોઇ કોઇ જીવો યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા થકા પણ અધિક અધિક કર્મનિરાને પામતા પામતા જેવા ઉત્કટ કોટિના દ્રવ્ય સાધુપણાને પાળે છે, તેવા ઉત્કટ કોટિના સાધુપણાને જો શુદ્ધ ભાવ સહિત પાળવામાં આવે, તો મોક્ષ તો હાથ-વેંતમાં જ છે; પણ એક માત્ર શુદ્ધ ભાવની ખામીના યોગે જ, એ જીવોને, એ સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. એવા જીવોને વધુમાં વધુ નવમાગૈવેયકની પ્રાપ્તિ થાય છે, પણ એ દેવલોકમાંય તે જીવો પોતાના રાગ-દ્વેષના ગાઢ પરિણામોના પ્રતાપે, ત્યાં જેવો સુખનો અનુભવ કરી શકાય તેવો સુખનો અનુભવ કરી શક્તા નથી; એટલું જ નહિ, પણ એ કાળમાં એ જીવો એવાં અશુભ કર્મોને ઉપાર્જ છે, કે જે કર્મો એ જીવોને દુ:ખમય સંસારમાં ખૂબ ખૂબ ભમાવનારાં નિવડે છે. આમ અભવ્યાદિને ગ્રથૈિદેશની પ્રાપ્તિ અને તે પછી જ દ્રવ્ય શ્રત તથા દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તે, તે જીવોના સંસારપરિભ્રમણનો નાશ કરવાને માટે કોઇ પણ રીતિએ Page 106 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy