________________
કરી શકાય. વધુ સમય સુધી ત્રાટક કરવું હોય તો તેના નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ કરવું. સતત બહિર્મુખ રહેતા ચિત્તને એકાએક લાંબા સમયના ત્રાટક દ્વારા અંતર્મુખ રાખવા જતાં મગજના જ્ઞાનતંતુઓ તાણ અનુભવે છે. લાંબા સમય સુધી હઠપૂર્વક આજ્ઞાચક્ર ઉપર ચિત્તને એકાગ્ર રાખવાના પ્રયાસથી મગજના કોષોને નુકસાન થવાનો પણ સંભવ રહે છે. માટે માથામાં દુ:ખાવો, મગજની જડતા કે કપાળમાં અત્યંત ગરમીનો સતત અનુભવ રહ્યા કરે તો, હઠ કરીને ત્રાટક ચાલુ ન રાખતાં, આ અનુભવોને ભયસૂચક લાલબત્તી ગણીને, ત્રાટકનો અભ્યાસ સ્થગિત કરી દેવો.
- ત્રાટકના અભ્યાસની બીજી એક રીત એ છે કે સામેની વસ્તુચિત્ર વગેરે-ને અમુક સમય સુધી અનિમેષ નયને જોયા પછી આંખ બંધ કરીને, ભૂકુટિ સ્થાને એ ચિત્ર જોવા પ્રયાસ કરવો. મૂળ ચિત્રની તેજોમય રૂપરેખા દેખાશે. જ્યાં સુધી એ દેખાય ત્યાં સુધી એને જોયા કરો, ઘીરે ધીરે એ ભૂંસાઈ જાય ત્યારે, આંખ ઉઘાડીને, ફરી મૂળ ચિત્રને નિર્નિમેષ દૃષ્ટિએ જુઓ. થોડા સમય પછી ફરી આંખ બંધ કરી ભૂકુટિમાં ચિત્ર જોવા પ્રયત્ન કરો. અભ્યાસ વધતાં, બંધ આંખે અંતશ્ચક્ષુ સામે મૂળના જેવું આબેહૂબ ચિત્ર જોઈ શકાશે. એ પછી, બાહ્ય ત્રાટક છોડી દઈ, બંધ આંખ સામે દેખાતા ચિત્રને સ્થિરતાથી જોવાનો અભ્યાસ કરવાથી ધ્યાનમાં સરકી જવાશે. વિચારપ્રવાહનું નિરીક્ષણ :
ચિત્તની ચંચળતાને નાથવા કોઈ એક શબ્દ, ધ્વનિ, ક્રિયા કે રૂપનું અવલંબન લઈ તેમાં જ ચિત્તવૃત્તિને કેન્દ્રિત કરવાનો પ્રયાસ
૨૭