________________
૫૨ કોઈ સંવેદનો અનુભવાય તો તેને, જાગૃત રહીને જોવા-અનુભવવામાં ચિત્ત પરોવવું.
ધારણાના અભ્યાસ માટે આ પ્રક્રિયા અત્યંત સરળ છતાં ખૂબ અસરકારક છે. અર્ધા કલાકથી શરૂઆત કરી આ અભ્યાસ રોજ એકબે કલાક કે તેથી વધુ સમય પણ કરી શકાય. કિંતુ, એ લક્ષમાં રહે કે રોજના ઘણા કલાકો સુધી આ અભ્યાસ કરવો હોય ત્યારે આ માર્ગના અનુભવી નિષ્ણાત પથદર્શકના માર્ગદર્શન વિના, સતત બે-ત્રણ દિવસથી વધુ તેમ કરવું ઈષ્ટ નથી; કારણ કે, એક ધારા ઘણા દિવસ સુધી રોજ સતત કલાકો પર્યંત આ અભ્યાસ કરનારને દૃશ્ય-શ્રાવ્ય આભાસો | hallucinations દેખાય કે, તેના અવચેતન ચિત્તમાં ઊંડે ધરબાઈને પડેલા સંસ્કાર ચેતન ચિત્તની -સપાટી પર એક સામટા ઉભરાઈ ઊઠે ને સાધક એનાથી અકળાઈ/મૂંઝાઈ જાય કે, આ સાધના દ્વારા આવતી ચિત્તની લય અવસ્થાને લીધે લાધતી શાંતિમાંથી બહાર ન આવવાની વૃત્તિ પ્રબળ બની રહેવાથી સાધક તેનો રોજિંદો જીવનવ્યવહાર સરખી રીતે ન નભાવી શકે એ શકયતાઓ રહેલી છે.
બૌદ્ધ સાધના પદ્ધતિમાં પ્રાણાયામની અન્ય કોઈ ક્રિયાઓ કરતાં આ પદ્ધતિ ઉપર વિશેષ ઝોક અપાયો છે. બૌદ્ધ પરિભાષામાં તેને ‘આનાપાન સતિ' કહે છે; સતિ એટલે સ્મૃતિ. આનાપાન તિ એટલે શ્વાસોચ્છ્વાસની સ્મૃતિ. ચિત્તની એકાગ્રતા અને સમત્વના અભ્યાસ માટે ‘વિશુદ્ધિમગ્ગ’ વગેરે બૌદ્ધ શાસ્ત્રગ્રંથોમાં જે ચાળીશ પ્રક્રિયાઓ/ કમ્મટ્ઠાન બતાવેલ છે, તેમાં આનાપાન-સ્મૃતિનું આગવું સ્થાન છે. આનાપાન-સ્મૃતિમાં પ્રાણાયામની કોઈ અટપટી કે જોખમી ક્રિયા ન
૧૮