________________
માત્ર એટલું જ કરવાનું છે કે ધ્યાનના આસનમાં સ્થિર થઈ પોતાના શ્વાસોચ્છવાસને સજાગ રહી જોવા; એની ગતિમાં ફેરફાર કરવાનો કોઈ પ્રયત્ન કર્યા વિના, આવતા-જતા શ્વાસોચ્છવાસનું માત્ર નિરીક્ષણ જ કરવું.
આમાં નથી શ્વાસોચ્છવાસ ઊંડા લેવા પ્રયાસ કરવાનો, નથી એની ઝડપ કે ગતિમાં કંઈ ફેરફાર કરવાનો કે નથી એના માર્ગનું નિયમન કરવાનું. જે રીતે, જે ગતિએ શ્વાસ ચાલતો હોય તેમાં કશું પરિવર્તન કરવાનો કે કોઈ પ્રભાવ પાડવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યા વિના, તટસ્થ પ્રેક્ષકની જેમ, શ્વાસોચ્છવાસની ક્રિયાને માત્ર જોતા રહો. તકેદારી માત્ર એટલી રાખવી કે એક પણ ગ્વાસ કે ઉચ્છવાસ પોતાના ખ્યાલ બહાર ન જાય.
જોકે શ્વસનક્રિયા ઉપર પ્રભાવ પાડવાનો કશોય પ્રયત્ન કર્યા વિના સાધક માત્ર તેના ઉપર નજર રાખશે તોય, પ્રારંભમાં તો, એની ગતિમાં થોડો ખળભળાટ કદાચ થવા માંડશે. પરંતુ પ્રારંભની એ અનિયમિતતા થોડા વખતમાં દૂર થઈ જશે અને શ્વાસોચ્છવાસની આવજાવ ઉપર ચોકી રાખવાના આ કામમાં મન જેમ જેમ પલોટાતું જશે તેમ તેમ એની ચંચળતા ઘટતી જશે અને સાથોસાથ શ્વાસની ગતિ પણ ધીમી, શાંત અને નિયમિત થતી જશે. શ્વાસોચ્છવાસની આવજાવ ઉપર એકચિત્તે નજર રાખવાનો થોડો મહાવરો થયા પછી, શ્વાસ લેતાં-મૂકતાં અંદર જતી કે બહાર નીકળતી હવાનો સ્પર્શ-નસકોરાંની ઘાર પર કે અંદરના કોઈ ભાગ પર-અનુભવાતો હોય તો તેને, કે શ્વાસોશ્વાસની ક્રિયા દરમ્યાન ઉપરના હોઠ અને નસકોરાંની ધાર
૧૭