________________
થી હા
9
FA
Sr
.
અજ્ઞાન અવસ્થામાં જીવ કેવા કર્મ બાંધી લે છે !
પ.પૂ.પ્રભુશ્રીજીએ એકવાર બોઘમાં જણાવ્યું કે નાનપણમાં અમારા હાથે કડલીઓ (કલ્લઈઓ) રૂપાની પહેરાવેલી. અમારા સગાંના છોકરાઓને હાથે પણ તે હતી. એક દિવસ અમે પરગામ ગયેલા. ત્યાં છોકરાઓ સાથે દેરાસરમાં ગયા. ઘણી પેઢીના ઢુંઢિયા હોવાથી પ્રતિમાને માને નહીં, પણ મોજ માટે જોવા દેરાસરમાં બઘા ગયા. ત્યાં બીજા છોકરાઓ જિન પ્રતિમાને કડલીઓ મારે, તિરસ્કાર કરે. તે જોઈ અમને તે ગમેલું નહીં. અમે તેવું કંઈ કરેલું નહીં. પણ તેનું સ્મરણ થતા
પણ આજે કંપારી છૂટે છે કે અજ્ઞાન દશામાં જીવ કેવા કર્મ બાંધી લે છે!