________________
શ્રી રાજમંદિર - ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનું નિવાસ
RESI.) 1300
no
પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશથી હજારો પરમકૃપાળુદેવના અનુયાયી
હવે પ્રભુશ્રીનું આશ્રમમાં જેમ જેમ વઘારે ૨હેવાનું થતું ગયું તેમ તેમ તેઓશ્રીનાં દર્શનનો, સમાગમનો, સદ્બોધનો લાભ જેમ બને તેમ વધારે મળે તે ઇચ્છાએ આવનાર જિજ્ઞાસુઓની સંખ્યા પણ વધવા લાગી. અને હજારો મુમુક્ષુઓ તેમના બોઘથી રંગાઈને શ્રીમદ્ભુના બોધવચનોમાં રસ લેનારા શ્રીજીના અનુયાયીઓ બન્યા. તેઓમાં પ્રભુશ્રીના જ્વલંત બોઘના પ્રતાપે અનેરો ઉત્સાહ અને સનાતન સત્ ધર્મભાવના જાગૃત થયાં. -ઉ.પૃ.(૬૭)