________________
શ્રીમદ્ લઘુરાજસ્વામી જન્મોત્સવ પદ
અહો! અહો! ઉપકાર પ્રભુશ્રીજીના,
અહો! અહો! ઉપકાર. આ અઘમ જીવ ઉદ્ધરવાને, પ્રભુશ્રીનો અવતાર; પ્રભુજીના
કહ્યો સનાતન મોક્ષમાર્ગને, આત્મમાહાસ્ય અપાર. પ્રભુશ્રીના૦૧ કળિકાળે જીવ જાણી અજાણ્યા, ભાવદયા-દાતાર. પ્રભુશ્રીના૦૨
સાચી ભક્તિ શરુ કરાવી, દેખાડી ગુરુ સાર; પ્રભુશ્રીના
ભક્તિક્રમ ઉત્તમ યોજીને, રસ લગાડ્યો અપાર. પ્રભુશ્રીના૦૩
શ્રી સત્સંગનું ધામ બનાવી, દીઘો પરમ આઘાર; પ્રભુશ્રીના
ભક્તિભાવનો દુકાળ ટાળી, સાધ્યો સત્ય પ્રચાર. પ્રભુશ્રીના૦૪
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી કૃત