________________
સંદેશરમાં શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતી મહોત્સવ
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર જયંતીનો મહોત્સવ સં.૧૯૭૬ કાર્તિક સુદ પૂર્ણિમાથી આઠ દિવસ સુધીનો સંદેશર ગામે ઊજવવાનું નક્કી થયેલું. તે પ્રસંગે શ્રી લઘુરાજ સ્વામી પણ ચાતુર્માસ પૂરું થયે સીમરડાથી સંદેશર પધાર્યા હતા. જે પરમ ઉલ્લાસ ભાવથી તેઓશ્રીની હાજરીમાં ભક્તિ થઈ હતી તેનું વર્ણન ભાઈશ્રી રણછોડભાઈના નામે શ્રી રત્નરાજને લખી મોકલ્યું છે તે નીચે પ્રમાણે છે :
વિશાળ ભક્તિમંડપ
....મંડપ વિશાળ બાંધવામાં આવ્યો હતો, જેમાં આશરે ચારેક હજાર માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. વચમાં ચોક પાડી આજુબાજુ પ્રદક્ષિણા ફરવા માટે ગેલેરી જેવો ભાગ હતો. તેની ચારે બાજુ આવનાર મનુષ્યોને બેસવાની જગા હતી. પટેલ જીજીભાઈના ખેતરમાં મધ્યે; આ મંડપની રચના જોઈ ઘણા જીવ આશ્ચર્ય પામતા.
કોન્ટેસના તથા તેવા જ પ્રકારના મંડપ બીજે બંધાયા હશે તે જે જીવોએ જોયેલા તેઓ પણ આ મંડપ જોઈ ચકિત થઈ જતા અને કહેતા કે લાખ રૂપિયા ખર્ચે તો પણ બનવા સંભવ નહીં તેવો સરસ મંડપ સત્પરુષની ભક્તિ આત્મકલ્યાણ થવા અર્થે પોતાના આત્માની અંતરદાઝથી ભાવ લાવીને કામ કર્યા છે તે હજારો માણસના રોજથી બનાવે છતાં ન બની શકે તેવી રીતે રંગારીના રિટાના દ્રષ્ટાંતે-એવા મુમુક્ષુ ભાઈઓ આશરે પચાસેક અગાઉથી આવી અખંડ રાતદિવસ મહેનત લઈ પૂ.છોટાભાઈ વગેરેએ ભક્તિભાવથી મહેનત લઈ તૈયાર કર્યો હતો.....રચના એવી થઈ હતી કે આગળ દેવતાઓ ભગવાનનાં સમવસરણ રચતા હતા એમ શાસ્ત્રથી જાણ્યું હતું પણ પ્રત્યક્ષ કેવી રચના જોવાનો અવસર સહજે પરમ કૃપાળુ સ્વામીજીના યોગબળથી નૈસર્ગિક અવસર પ્રાપ્ત થયો હતો. આત્મા, આત્મા અને આત્મા જ ઝળકી રહ્યો હતો, જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જોવાયો છેજી.
-ઉ.પૃ.(પ૯,૬૦) બગસરાના એક મુમુક્ષુભાઈ શ્રી કલ્યાણજી કુંવરજી ઉપર સંદેશરની ભક્તિમાં પ.પૂ.પ્રભુશ્રીજીનો કેવો પ્રભાવ પડેલો અને શરણભાવ ઊપજેલો તે તેમના શબ્દોમાં અત્રે આપીએ છીએ :
પ.પૂ.પ્રભુશ્રીજીની આત્મશક્તિનો થયેલ પ્રગટ અનુભવ આ હુંડાવસર્પિણી કાળ દુષમ કહ્યો છે જે પૂર્ણ દુઃખથી ભરપૂર કહેવાય છે. તેવા કાળમાં ચતુર્થકાળ માફક સપુરુષની યોગવાઈ પામવી એ તો મહતું પુણ્યાનુબંધી પુણ્યને લઈને હોય છે. એવા કાળમાં આ મનુષ્યદેહે પરમ કૃપાળુદેવના માર્ગની પ્રાપ્તિ અને આપ કૃપાળુ, પરમ કૃપાળુ, દયાળુ પ્રભુશ્રીજીનો સત્સમાગમ એને માટે વિચાર કરતાં અપૂર્વ શાંતિ ઊપજે છે. આપ પ્રભુ તો કૃપાના સાગર છો. અને આપશ્રીની કૃપાવડીએ જે પ્રકારે આત્મસ્વભાવ સમજાયો છે, સમજાય છે અને સમજાશે તે આત્મસ્વભાવનું વર્ણન લખવાની હે પ્રભુ, આ બાળકને હજુ અશક્તિ છે. તેના ચિત્રકાર તો હે પ્રભુ, આપ પોતે જ છો....સઘળા દુઃખમાંથી મુક્ત કરવાને અને આત્મા અર્પણ કરવાને હે પ્રભુ! આપ પોતે જ સમર્થ છો. મને આપશ્રી સાથેના સંયોગમાં જે જે અનુભવ મળ્યાં છે તે અનુભવ પ્રમાણે આપશ્રીમાં જે આત્મશક્તિ પ્રકાશી નીકળેલ જોવામાં આવી છે તેવી બીજે કોઈ સ્થળે મને તો જોવામાં કે જાણવામાં આવી નથી. અને તેથી જ હું મને પોતાને મહભાગી માનું છું....અનંત અવ્યાબાધ સુખનું ઘામ બને એ શક્તિ હે પ્રભુશ્રી! આપનામાં જ જે છે, તેથી આ દીન બાળકની તેમ થવાની આપ કપાળશ્રી પાસે શુદ્ધ અંતઃકરણથી અને શુદ્ધ ભાવથી યાચના છે. જે પ્રકારની યાચના
છે તે પ્રકારનું દાન આપવા આપશ્રી સામર્થ્યવાન છો. માટે એ....આ બાળકને અર્પણ કરવાને હે પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, એ જ યાચના...” –ઉ.પૃ.(૬૧), અનેક મુમુક્ષુઓને પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રભાવ જણાયેલો. બાકી તો “ગુપ્ત ચમત્કારો સૃષ્ટિના લક્ષમાં નથી.” “સત્પરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” આવા વાક્યો શ્રીમદ્ રાજચંદ્ર લખ્યાં છે તે શ્રીમદ્ લઘુરાજ
સ્વામીના સમાગમમાં આવેલા ઘણાખરા મુમુક્ષુઓને સહજ હૃદયગત થતાં. પ્રબળ પુણ્યના ઉદયે અનેક જીવોને શ્રી કલ્યાણજીભાઈ અનેક પ્રકારે તેમનું માહાભ્ય ભાસ્યમાન થાય એવા નિમિત્તો સહેજે બની આવતાં.
૪૬