________________
મનિ શ્રી મોહનલાલજા ૫ ૫ ૫ ભશીજા પ્રતિ શ્રી લક્ષ્મીચંદજા આદિ
갓타이
સમ
કાવિઠાની ઘણી ઉત્કૃષ્ટ ભક્તિ
:
કાવિઠાના આખા ગામના લોકોનો ઘણો આગ્રહ્ન હોવાથી સીમરડેથી કાવિઠા તેઓશ્રી પધાર્યા. ત્યાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના દેહાત્સર્ગની તિથિ નિમિત્તે સં.૧૯૭૫ ચૈત્ર વદ પાંચમનો મહોત્સવ કાવિઠા થયો હતો. તેમાં લગભગ બે હજાર માણસો ભેગા થયા હતા અને મંડપમાં ચૌમુખી કરી અંદર પરમકૃપાળુદેવની સ્થાપના કરી ઘણી ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી.
પ્રભુશ્રીજીની તબિયત દિવસે દિવસે બગડતી જાણી ઉનાળામાં ગરમી ન લાગે અને નિવૃત્તિ મળે તે હેતુથી કાવિઠામાં, ખેતરમાં એકાંત મકાનમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. -ઉ.પૃ. (૫૮)
પ.પૂ.પ્રભુશ્રીજી ખેતરમાં એકાંત જગ્યામાં રહેલા તે કોરીયું, કાવિઠા
સીમરડામાં અપૂર્વ ભક્તિ
સીમરડામાં સં.૧૯૭૫ના પર્યુષણની ભક્તિ સંબંધથી શ્રી રણછોડભાઈ, શ્રી રત્નરાજ સ્વામીને પત્રકારા જણાવે છે કે –
“આઠ દિવસ તો શ્રી શ્વેતાંબર પર્યુષણપર્વ શ્રી સીમરડા ગામમાં બહુ જ ભક્તિભાવથી, રૂડી રીતે, કોઈ કાળે નહીં થયેલ તેવાં શ્રી પરમકૃપાળુ સદ્ગુરુ પરમાત્મા પ્રભુશ્રીજીના પરમ ઉલ્લાસથી કોઈ અપૂર્વ રીતે કે જે વાણીમાં આવી શકે નહીં, તેવી રીતે થયાં છેજી, અને પરમાત્મા પ્રભુશ્રીજીએ ઘણા કાળથી જે ગુપ્ત રીતે-જડભરતની રીતિએ સંગ્રહી રાખેલ માધવનો પરમ પરમ પરમ ઉલ્લાસ આવવાથી ઘણા જીવોને સત્પુરુષના માર્ગની સન્મુખવૃષ્ટિ દૃઢત્વ થવાથી પરમ આનંદ થયો છેજી....ઘણા જીવોને ભક્તિ પ્રસંગે મૂર્છાઓ આવી ગઈ હતી. તેની ખુમારી ઘણા જીવોને હજી સુધી પણ વર્તે છે....’’-ઉ.પૃ.(૫૯)
૪૫