________________
પ.પુ.પ્રભુશ્રીજીની વ્યાધિગ્રસ્ત સ્થિતિના કા૨ણે સ્થાયી મકાનની જરૂ૨
C
શ્રી મણીભાઈ કલ્યાણજીભાઈ શ્રી પુંજાભાઈ હીરાચંદ
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી
શ્રી કલ્યાણજીભાઈ કુંવરજી
શ્રી રણછોડભાઈ લખાભાઈ
ના૨ના ઘણા મુમુક્ષુઓ ઉત્સાહવાળા હતા તથા મુંબઈથી ભાઈ મણિભાઈ ઘણી વખત આવતા અને રહી જતા. ભાઈ રણછોડભાઈ, ભાઈ ભાઈલાલભાઈ, ભાઈ વલ્લભભાઈ, ભાઈ મણિભાઈ આદિનો એવો વિચાર થયેલો કે પ્રભુશ્રી (લઘુરાજ સ્વામી)ની વૃદ્ધાવસ્થા તથા વ્યાધિગ્રસ્ત સ્થિતિ હોવાથી એક પર્ણકુટી જેવા સ્થાયી મકાનની જરૂર છે. તેને માટે સાધુ-સમાધિ ખાતું ખોલી તેમાં જેને ૨કમ આપવી હોય તે આપે તેવું નક્કી કર્યું. તે જ ચાતુર્માસમાં રૂપિયા પાંચ હજાર જેટલી રકમ નારમાં થઈ હતી. કોઈ અનુકૂળ સ્થળે મકાન ક૨વાનું પણ ભાઈ રણછોડભાઈ સાથે નક્કી થયું હતું. ધર્મનો ઉદ્યોત થાય તેવી અનુકૂળતા વધારવાની સાથે પ્રભુશ્રીજીનું શરીર વ્યાધિઓથી ઘેરાવા લાગ્યું. તો પણ તે બધાની દરકાર કર્યા વિના યથાશક્તિ મુમુક્ષુઓમાં ધર્મપ્રેમની વૃદ્ધિ કેમ થતી રહે તે માટે વિશેષ શ્રમ લેતા હતા. નારમાં ચાર વાર ઉંદર કરડેલો તેનું ઝેર લોહીમાં વ્યાપી ગયેલું અને એ ઝેરી જંતુઓ છેવટ સુધી—સં.૧૯૯૨માં ડૉ. રતિલાલ, અમદાવાદના મુમુક્ષુ તથા વડોદરાના મુમુક્ષુ ડૉ. પ્રાણલાલ બન્નેએ લોહીની ઘણીવાર તપાસ કરી ત્યારે પણ—લોહીમાં જણાયા હતાં. અનેક દવાઓ કરવા છતાં તાવ શરીરમાં ઘર કરીને રહેલો. -ઉ.પૃ. (૫૬, ૫૭)
પ.પૂ. પ્રભુશ્રીજી સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ
શ્રી રત્નરાજ સ્વામી ભાઈ શ્રી રણછોડભાઈ આદિને સંત સેવા સંબંધી સૂચના નીચેના પત્રમાં દર્શાવે છે –
....તેઓ ઓલિયા પુરુષ છે એટલે એમને દેહભાન ન હોય. એઓ તો માત્ર ઉદયાધીન ચેષ્ટાઓ જ જોવારૂપ રમતમાં ૨મતા હોય, પણ તે અવસરે સમીપવાસી, શિષ્યોનો ધર્મ છે કે તેઓના શરીર-ધર્મને સાચવે. એટલા માટે તો શ્રી સત્ સનાતન માર્ગમાં ગુરુશિષ્યનો નિયોગ ગોઠવાયેલ છે, તે યોગ્ય જ છે....આપ જે સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવન મૂર્તિની સેવાબુદ્ધિએ સેવા સાચવો છો તે અનુમોદનીય—પ્રશંસનીય અને અનુકરણીય છે......
“જે સદ્ગુરુસ્વરૂપના રાગી, તે કહિયે ખરા વૈરાગી; જે સદ્ગુરુસ્વરૂપના ભોગી, તે કહિયે સાચા યોગી..૪ જે સદ્ગુરુ ચરણ-અનુરાગી, તે કહિયે મહદ્ બડભાગી; જે સદ્ગુરુચરણથી અળગા, તે થડ છોડી ડાળે વળગ્યા.’
૪૩
-ઉ.પૃ.(૫૮)