________________
વડવામાં પૂજા-ભક્તિ
સં. ૧૯૬૭નું ચાતુર્માસ શ્રી લલ્લુજી સ્વામીએ ખંભાતમાં કર્યું. ચાતુર્માસ પૂરું થતાં શ્રી લલ્લુજી આદિ ખંભાતની પાસે વડવા ક્ષેત્ર છે ત્યાં પધાર્યા. ભાઈ રણછોડભાઈ પણ તેમની સાથે જ ત્યાં રહ્યાં. વડવામાં દિવસે ખંભાતથી બધા મુમુક્ષુઓ આવતા અને પૂજાઓ સુસ્વરથી ભણાતી. તેમાં દિવસનો ઘણોખરો વખત જતો. બપોરે એક વખત આહાર બધા લેતા. આખો દિવસ પૂજા-ભક્તિમાં જતો.
સાંજે ભક્તિ કરતા ક૨તા દરિયા કિનારે
‘સાંજે આવશ્યક ક્રિયા થઈ રહ્યા પછી શ્રી લલ્લુજી આદિ ભક્તમંડળ કોઈ પદ બોલતાં બોલતાં કે એકાદ કડીની ધૂન લગાવતાં કે મંત્રની ધૂન સહિત દરિયા કિનારે જતું.' – ઉ.પૃ. (૪૩)
૩૯