________________
જે રસ્તે ગયા હતા તે જ પહાડો અને જંગલોને રસ્તે થઈને ગુજરાત તરફ તેમણે વિહાર કર્યો. જતી વખતે જેમ ભીલોએ ઘેરી લઈ ઉપસર્ગ કર્યો હતો તેવો ઉપદ્રવ આ વખતે પણ ભીલોનાં ભયંકર સ્થાનો વટાવીને જતાં તેમને કંઈક અંશે થયો. તેમની સાથે શ્રી મોહનલાલજી અને શ્રી ચતુરલાલજી એ બે સાધુઓ હતા. શ્રી ચતુરલાલજી પાત્રાં વગેરે ઉપકરણ લઈ આગળ ચાલતા હતા. પાછળ બન્ને જણ આવતા હતા. કસુંબા ગામ આવતા પહેલાં જંગલમાં શ્રી ચતુરલાલજી આગળ ચાલતા હતા તેમને શ્રી લલ્લુજ અને મોહનલાલજીથી વધારે અંતર પડી ગયું. તેવામાં બે ભીલ ઝાડીમાંથી નીકળી આવ્યા. શ્રી ચતુરલાલને પાછળથી ખભે પકડી એક ભીલે છત્તા નીચે પાડી નાખ્યા. પોટલામાં પાત્રાં હતા તે ભાંગી ગયા. એક પગ પર ચઢી બેઠો અને એક આગળ છાતી ઉપર ચઢી બેઠો.
ભીલોને શિખામણ આપી છોડાવ્યા
શ્રી ચતુરલાલજી આવેશમાં આવી ગયા, બન્નેને ઉછાળીને ઊભા થઈ ગયા. બન્નેનાં કાંડા પકડી રકઝક કરતા હતા. એટલામાં શ્રી મોહનલાલજી આવી પહોંચ્યા અને પાછળ શ્રી લલ્લુજી પણ આવતા હતા. તેમને જોઈને બન્ને ભીલનાં ગાત્ર નરમ થઈ ગયા, અને કરગરવા લાગ્યા. શ્રી લલ્લુજી આવી પહોંચ્યા એટલે બન્ને ભીલોને શિખામણ દઈ તેમણે છોડાવી દીધા. -ઉ.પૃ.(૩૫)
નરોડામાં ચોમાસું
વિહાર કરતા કરતા મુનિવરો નરોડા આવ્યા અને સં. ૧૯૫૯નું ચોમાસું નરોડા કર્યું. ચોમાસામાં અમદાવાદ આદિ સ્થળેથી મુમુક્ષુઓ મુનિ-સમાગમ અર્થે અવારનવાર આવતા. ત્યાંથી તીર્થયાત્રા અર્થે મુનિવરો નાની મારવાડ તરફ પધાર્યા.
ઉપાશ્રય, નરોડા
ભીલોનો ઉપસર્ગ
DO
૩૧