________________
પ્રભુશ્રીજીના દર્શનાર્થે
મારા માતાપિતા અને ભાઈ આશ્રમમાં આવ્યા બાદ ગોવિંદભાઈ સાથે બધાને હું પ્રભુશ્રીજીના દર્શન અર્થે ઉપર હૉલમાં લઈ ગયો. પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપર બેઠેલા હતા. અને બાજુમાં પૂ.બ્રહ્મચારીજી ઊભા હતા. ત્યાં જઈ પ્રભુશ્રીજીને નમસ્કાર કરી તેમની સામે હાથ જોડી બધા ઊભા રહ્યા. તે વખતે પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને પૂછ્યું કે આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? ત્યારે બ્રહ્મચારીજી બોલ્યા આ છીતુભાઈના માતાપિતા અને તેમનો નાનોભાઈ.
મેં પૂ.શ્રી બ્રહ્મચારીજીને મારું નામ આશ્રમમાં ત્રણ દિવસ આવ્યાને થયા હતા છતાં જણાવેલું ન હતું. તથા મારા માતાપિતા અને મારો નાનો ભાઈ આશ્રમમાં આવ્યા તેની વિગત પણ તેમને મેં કાને નાખી ન હતી.
પ્રભુ, બહુ ભોળીયા છે
પ્રભુશ્રીજી મારા માતાપિતા સામે સૃષ્ટિ નાખીને હાથની આંગળીઓ વડે ચેષ્ટા કરી બોલ્યા કે પ્રભુ બહુ ભોળીયા છે. અને દિનુભાઈ સંબંધી બોલ્યા કે બહુ ભાગ્યશાળી છે. પછી પ્રભુશ્રીજીએ કહ્યું : ભક્તિનો ક્રમ સવારથી રાત સુધી ચાલે છે. તેમાં બેસજો, સાંભળજો, ભાવ રાખજો. એટલું બોલ્યા પછી અમે બધા નમસ્કાર કરીને નીચે ઊતરી મુકામે ગયા. પ્રસાદની પ્રભાવના
પછી લાવેલ પ્રસાદ ફ્રુટ વગેરે પ્રભુશ્રીજીને વહોરાવી તથા લાડુ મગજ વગેરે બ્રહ્મચારી ભાઈઓના રસોડે આપી, વધ્યું તેનો ભક્તિ ઊઠ્યા પછી મુમુક્ષુ ભાઈબહેનોમાં પ્રસાદ કર્યો હતો.
પ્રભુકૃપાએ વગર ભણ્યે ભક્તિ મુખપાઠ
ત્રણ દિવસ પછી બધાને ભક્તિ સ્મરણ મંત્ર લેવાના ભાવ થયા એટલે પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા ગયા. નમસ્કાર કરીને ઊભા રહ્યા. તે વખતે પ્રભુશ્રીજીએ મારી બાને કહ્યું – વીસ દોહા‘હે પ્રભુ ! હે પ્રભુ, મોઢે કરજો. ત્યારે મારી બાએ જવાબ આપ્યો પ્રભુ મને વાંચતા નથી આવડતું એટલે મારાથી મોઢે ન થાય. ત્યારે પ્રભુશ્રી બોલ્યા આ લોકો ભક્તિ કરવા બેસે ત્યારે પાછળ બેસી સાંભળજો. અને કૃપાળુદેવ ઉપર ભાવ રાખજો, થઈ જશે. તે પ્રમાણે કર્યાથી ૬ મહિનામાં ભક્તિનો આખો ક્રમ મુખપાઠ થઈ ગયો હતો, સાંભળીને જ; આત્મિસિદ્ધિ, છ પદનો પત્ર વગેરે પણ.
મંત્ર એ આત્મા છે મૂકીશ નહીં
મારી બાને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર બોલાવ્યો. એટલે બા બોલ્યા. એ મંત્ર ત્રણ વખત બોલાવ્યો અને કહ્યું યાદ
૧૮૩
રહેશે ને? બા બોલ્યા – પ્રભુ એ તો રહેશે. ત્યારે પ્રભુશ્રીજી બોલ્યા મંત્ર એ આત્મા છે, એ દોરડું છે. મૂકીશ નહીં. શરીર એ પડો છે, ફૂટે તેા ફૂટવા દેજે.
સ્ટીમર પણ લેટ થઈ ગઈ
આશ્રમમાં આઠ દિવસ પર્યુષણના પુરા કરી અમે ગામ ગયા. ત્યારે મુંબઈથી દલાલની ટપાલ આવેલી હતી. તેમાં જણાવેલું કે તમે જે સ્ટીમરની ટિકિટ બુક કરાવેલી તે બંદરે રોકાતી રોકાતી આવવાથી લેટ થઈ છે. એમાં જ તમારે જવાનું છે, તમા૨ા ભાવ હોય તો અહીં બેઠાં પણ આજ્ઞા મળે
પછી હું પનામા ગયો અને દરરોજ ભક્તિનો ક્રમ કરતો. પુસ્તકોનું વાંચન પણ અવકાશે રાખ્યું હતું. મોક્ષમાળાનું પુસ્તક શ્રી ગોપાલભાઈને મેં વાંચવા માટે આપ્યું, ૧૫ દિવસ વાંચન કર્યાને થયા હશે અને મને કહે કે ભાઈ, તમે જે આ ભક્તિ કરો છો તે અહીં બેઠા મને મળે? મેં કહ્યું હા, તમારા ભાવ હોય તો મળે. તમે તમારા ભાવ પ્રમાણે તમારા હાથે પ્રભુશ્રીજી ઉપર પત્ર લખો. ત્યારે ગોપાલભાઈએ એમ લખ્યું કે મારા ભાઈ જે ભક્તિ કરે છે તે મારે કરવાના ભાવ છે, તો કૃપા કરીને મારા આત્માનું કલ્યાણ થાય એવું સત્સાઘન જણાવવા વિનંતી છે,