________________
મારો આત્મા કથીર જેવો તેને સુવર્ણ સમાન કરો
તે વખતે પ્રભુશ્રીજી પાટ ઉપર બેઠા હતા અને બાજુમાં પૂ.બ્રહ્મચારીજી ઊભેલા હતા. ગોવિંદભાઈ અને મેં બન્નેએ ત્રણ ત્રણ નમસ્કાર કર્યાં. ગોવિંદભાઈએ પ્રભુશ્રી પાસે જઈ ચરણ સ્પર્શ કર્યા પછી મેં પણ ચરણ સ્પર્શ કર્યા. પછી સામે હાથ જોડી ઊભા રહ્યા. પછી મનમાં એવા ભાવ કર્યા કે હે ભગવાન! મારો આત્મા કથીર જેવો છે, પણ સુવર્ણ સમાન બનાવજો. એટલે પ્રભુશ્રીજીએ ટેબલ ઉપરથી તત્ત્વજ્ઞાન ઉપાડી હાથમાં લીધું અને બધા પાના ફેરવી તેના ઉપર દ્રષ્ટિ નાખી. પરમકૃપાળુદેવના ચિત્રપટને હૈયાનો હાર કરી રાખજે
પછી મને કહ્યું કે આ ‘તત્ત્વજ્ઞાન' તારી જીવનદોરી છે. અને કૃપાળુદેવનું નાનું ચિત્રપટ હાથમાં લઈ કહ્યું આ પરમ કૃપાળુદેવના ચિત્રપટને હૈયાનો હાર કરી રાખજે. આગળ અનંતા જ્ઞાનીપુરુષો થઈ ગયા તેમણે જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો જ આત્મા આ કાળમાં પરમકૃપાળુદેવે જોયો, જાણ્યો, અનુભવ્યો છે. તેવો જ આપણો આત્મા છે. તેની પ્રાપ્તિ અર્થે તેમની આશાથી ત્રણ પાઠની ભક્તિ અને સ્મરણમંત્ર બતાવીએ છીએ. તે બહુ વેપાર ઉપાધિ હોય તો પણ રાત્રે સુતી વખતે પલંગ પર બેસીને પણ ભક્તિ અને માળા ફેરવવાનું ચૂકીશ નહીં. મરણ વખતે તે શરણ થશે અને તારું કામ થઈ જશે.
સદ્ગુરુ પ્રસાદના દર્શન કરાવવા
પછી ‘સદ્ગુરુ પ્રસાદ'નું પુસ્તક પ્રભુશ્રીએ હાથમાં લીધું અને બોલ્યા - એ પુસ્તક સાચવીને રાખજે અને એમાં રહેલાં કૃપાળુદેવની બધી અવસ્થાના ચિત્રપટોના દર્શન કરજે, કોઈ મરણ પથારીએ હોય તેને દર્શન કરવાના ભાવ થાય તો દર્શન કરાવજે, તેની દેવની ગતિ થશે.
પરમકૃપાળુદેવ સમક્ષ સ્મરણ મંત્ર
પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂ.બ્રહ્મચારીજીને સ્મરણ તથા વીસ દોહરા વગેરે બતાવવા આજ્ઞા કરી. પૂજ્યશ્રી સાથે અમો બધા પુસ્તકો લઈને રાજમંદિરમાં ગયા. પુસ્તકો પરમકૃપાળુદેવના ગોખમાં મૂકાવ્યા. અને પૂ.શ્રી બ્રહ્મચારીજી સહિત અમે ત્રણે નમસ્કાર કરીને ઊભા રહ્યા.
સપ્ત વ્યસન અને સપ્ત અભક્ષ્યનો ત્યાગ
ત્યાં પૂજ્યશ્રીએ સાત વ્યસન બોલીને સમજાવ્યા અને મને પૂછ્યું કે સાત વ્યસનનો ત્યાગ પળાશે? મેં કહ્યું જી પ્રભુ, પળાશે. પછી મને સાત અભક્ષ્ય વસ્તુ બોલીને સંભળાવી અને
૧૮૧
Kong
પૂછ્યું કે આમાં તમારે કંઈ ફૂટ રાખવી છે? ત્યારે મેં કહ્યું પ્રભુ મઘ અને માખણની બે છૂટ રાખવી છે. ત્યારે મને બે વસ્તુ સંબંધી થોડો બોધ કર્યો કે આ શરીરમાં રોગ થયો છે તે પૂર્વે કરેલા પાપનું ફળ છે. મઘ તથા માખન્ન વાપરવાથી ફરી પાપ બંઘાય અને તેનું ફળ જીવને દુઃખ ભોગવવું પડે, એવું જ્ઞાનીપુરુષોએ જાણ્યું છે. તેથી એ વસ્તુનો નિષેધ કરેલો છે, તો વાપરતી વખતે ખ્યાલ રાખજો કે આ પાપના કારણ સેવું છું. એવો દિવસ ક્યારે આવશે કે એ અભક્ષ્ય વસ્તુઓનો સર્વથા ત્યાગ થાય. મઘની જગ્યાએ ગોળ કે ખાંડની ચાસણી કે પતાસામાં પણ દવા લઈ શકાય છે. મઘ જ રોગ મટાડે કે જીવાડે એવું નથી.
પછી માખણ સંબંધી જણાવ્યું કે માખણમાં સમયે સમયે અનંત જીવની ઉત્પત્તિ થાય છે અને માંસ સમાન ખરાબ છે. વાપરવા લાયક નથી. માટે અમેરિકામાં તમે વાપરતા હો તો માખણ લાવી તાવીને ઘી બનાવી વાપરવું. સ્ટીમરમાં વાપરવું પડતું હોય તો તે વાપરવું નહીં. પરંતુ ઘરેથી એક બરણી ઘીની ભરી જજો. પૂજ્યશ્રીએ કહેલી વાત મારા હૃદયમાં બેસી ગઈ. અને એમના કહ્યા પ્રમાણે મધ અને માખણનો પણ ત્યાગ કરી એમની સૂચના પ્રમાણે વર્યો હતો.