________________
મોક્ષે લઈ જનાર મન અને નરકે લઈ જનાર પણ મન
પ્રભુશ્રી કહે આપણું
મન જ મારે છે અને
મન જ જીવાડે છે. શુભ ભાવ કરે શુભ ફળ આવે. અશુભ ભાવ કરે અશુભ ફળ આવે.
તે પર એક શેઠની કથા
કહેતા.
એક નગર શેઠ હતા.
તેના મકાન આગળથી
એક રાજાની ગોવાલણ
દહીં લઈને જતી હતી. ત્યારે શેઠે પોતાના મનને કહ્યું : જો, હું તને આજે સજા કરાવું, એમ કહી ગોવાલણ પાસે જઈ શેઠે દહીંમા ધૂળ નાખી દીધી. ગોવાલણ શેઠના કારણે કંઈ બોલી નહીં પણ રાજમહેલમાં જઈ કહ્યું કે આજે નગરશેઠે રાજાના ખાવાના દહીંમાં ધૂળ નાખી. તે જાણી રાજા કોપાયમાન થયા અને શેઠને કંઈ પૂછ્યા વગર શૂળીએ ચઢાવવાનો હુકમ કરી દીધો. છેલ્લી વખતે રાજાએ શેઠને પૂછ્યું કે તારી શી ઇચ્છા છે? ત્યારે શેઠે પોતાના મનને કહ્યું-જો તને હું શૂળીએ ચઢાવા સુધી લાવ્યો અને હવે જો તને છોડાવું છું. એમ વિચાર કરી શેઠે રાજાને કહ્યું – મહારાજ!! આજે હું મરું તેનો મને વાંધો નથી પણ લાખોનો તારણહાર બચ્યો એ જ મને આનંદ છે. રાજા કહે એ વાત કેવી રીતે ? ત્યારે શેઠે કહ્યું મહારાજ ! હું મારા મકાનના ઝરુખામાં બેઠો હતો ત્યારે ગોવાલણ દહીં લઈને ત્યાંથી જતી હતી. તે વખતે આકાશમાંથી એક સમળી મોઢામાં સાપ લઈ જતાં તેનું ઝેર આ દહીંમા પડતું મેં જોયું. ગોવાલણને એની ખબર નથી. હું આ વાત તેને કરું પણ લોભ ખાતર કદાચ તે માને નહીં અને આપને ત્યાં આ દહીં આપી કે તો આપનું મૃત્યુ થઈ જાય. માટે મેં આ યુક્તિ કરીને દહીંમા ધુળ નાખી દીધી. જેથી એ દહીં ખાવા લાયક જ રહે નહીં. મને આજે આનંદ છે કે ભલે મને ફાંસીની સજા થઈ પણ લાખોના તારણહાર એવા આપ બચી ગયા. આ સાંભળી રાજા ઘણા ખુશ થયા અને સારો સિરપાવ આપી સાથે ગાદીએ બેસાડીને સન્માન કર્યું. શેઠે મનમાં કહ્યું જોયું ફાંસીના માંચડા સુધી પણ હું જ લઈ ગયો અને રાજાની સાથે ગાદીએ બેસાડનાર પણ હું જ હતો. પ્રભુશ્રીજીએ આ કથાના સારાંશમાં કહ્યું કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો વૈરી છે. પોતાના ભાવ ઉપર બધો આધાર છે. સારા ભાવો કરી પોતે જ પોતાને સ્વર્ગે કે કે
મોક્ષ લઈ જાય અને ખોટાં ભાવો કરી પોતે જ પોતાને નરકમાં પાડે છે.
સ્મરણ મંત્ર કર્યા કરીશું તો એનું ફળ આવશે જ
જ
પ્રભુશ્રીજી કહે દૂધમાં છાશ નાખીએ એટલે તેમાં મેળવવાની ક્રિયા થયા કરે છે, પણ થોડા થોડા વખતે હાથ નાખી જોયા કરીએ તો એ મેળવાય નહીં પણ બગડી જાય. તેમ સ્મરણ મંત્ર કર્યાં કરીશું તો એનું ફળ આવશે જ. પણ થોડા થોડા વખતે વિચારીશું કે મને સમકિત તો થતું નથી એમ કરી મૂકી દઈશું તો એનું ફળ આવશે નહીં. જેમ એક છોડ રોપ્યો હોય, તેને રોજ પાણી આપીએ તો એ પણ કાળ જતાં ફળ આપે. પણ પાણી ન આપીએ તો છોડ સુકાઈ જાય. તેમ આપણે રોજ મંત્ર સ્મરણ કે ભક્તિ ન કરીએ તો ભક્તિના ભાવ પણ સુકાઈ જાય.
અનંત કર્મોને નાશ ક૨વાનો ઉપાય
પ્રભુશ્રીજી કહે એક દિવાસળીના ટેરવામાં એટલો અગ્નિ છે કે તે લાખ્ખો મણ રૂને બાળી નાખે, તેમ સ્મરન્ન મંત્રમાં એવો ચમત્કાર છે કે તે અનંત કર્યાંને બાળીને ભસ્મ કરી દે. માટે તેનું રટણ સદાય કર્યા કરવું.
૧૬૪