________________
મરણનો ભય
પૂ.પ્રભુશ્રીજી કહે : પૂનામાં એક નારણજીભાઈએ મને પૂછ્યું, ‘મહારાજ સાહેબ, આ માણેકજીને આપે શું કર્યું છે? પહેલા તો રોજ હજામત કરનાર હવે અઠવાડિયે ય કરાવતા જણાતા નથી. મેં કહ્યું, “પ્રભુ, તેમને મરણનો ભય લાગ્યો છે.” સમાધિમરણથી સ્વર્ગના વૈભવમાં ખળી રહે નહીં
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ઇન્દોરથી આવી શેઠના દેહાવસાનના સમાચાર વગેરે પૂ.પ્રભુશ્રીજીને આપતા કહ્યું - પૂ.વસનજી અઠવાડિયા ઉપર આશ્રમમાં આવેલા ત્યારે તેમને આપે માણેકજી શેઠને ધર્મવૃદ્ધિનું જણાવવા કહેલું તેથી તે ત્યાં ગયેલા. માણેકજી શેઠે તેમને કહ્યું મારી ઘાત બે ત્રણ દિવસમાં છે, તેથી તું મારી પાસે રહી મને મંત્ર સ્મરણ આપ્યા કરજે. તેમના કહ્યા પ્રમાણે તેમની સેવામાં તે રહેલા. શેઠનું ચિત્ત ધર્મમાં લીન હતું.
તે સાંભળી પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “ધન્ય છે એને. એની લેશ્યા બહુ સારી રહી. આવી ભાવનાએ દેહ છોડવાથી તે સ્વર્ગ વગેરેના વૈભવમાં ખળી રહે નહીં. કોઈ કેવળી કે તીર્થંકરને શોથી ધર્મ આરાધશે. હવે તેને લાંબો સંસાર નથી. વાહ પ્રભુ! બહુ સરસ થયું. કેવો રૂડો જીવ! એ તો એ જ. એની ઉદારતા, એની સમજણ, શ્રદ્ધા કેવા હતા! તેમ છતાં સહનશીલતા અને લઘુત્તા પણ કેવી દીપી નીકળી હતી !''
સમાધિમ૨ણની છેલ્લી શિખામણ
“પોષ મહિનાની પૂનમ ઉપર એ આવેલા ત્યારે પ્રભુ, શું એની શ્રદ્ધા અને લેશ્મા જણાતા હતાં! અને એના પુણ્યોદયથી શરીર સારું નહોતું છતાં જાણે સમાધિમરણની છેલ્લી શિખામણ દેવાતી હોય એવી કોઈ અપૂર્વ વાત નીકળી હતી કે સાડા ચારની ગાડી જતી રહી. બોધમાં લીન થઈ ગયેલા અને રાત્રે પાછા દર્શન કરવા આવેલા તે વખતનો તેમનો ભાવ ઉલ્લાસ જે હતો તે તેને ઠેઠ સુધી કામ આવ્યો છે.'
ડૉ. શ્રી ભાઉલાલ ભાટે
વીતરાગની કે વીતરાગ વિજ્ઞાનની જ વાત કરતા
તેઓ મરણ પહેલાં અઠવાડિયું વ્યાવહારિક વાતો ભૂલી જઈ જે આવે તેને એક અગાસની, પરમ કૃપાળુદેવની, પ્રભુશ્રીજીની અને પરમકૃપાળુદેવના બોઘની જ વાત કરતા. એમ ભાઈ વસનજી જે એમને મંત્ર સંભળાવવા માટે રોક્યા હતા તે
જણાવતા હતા.
શ્રી માણેકજી શેઠ વિષે મુમુક્ષુ પાસે સાંભળેલી
૧૫૨
વિગત :—
દેવ થઈ મંદિરોના દર્શને
પૂ.પ્રભુશ્રીજી અગાસી ઉપર ફરતા ફરતા સીમરડાવાળા મોતીભાઈ ભગતજીને કહ્યું કે માણેકજી શેઠનો આત્મા દેવ થયો છે. તેનું વિમાન બધે મંદિરોના દર્શન કરવા ફરે છે.’
શ્રી માણેકજી શૈક