________________
મારા ગુરુ આશ્રમમાં છે
અમદાવાદના નિવાસી એક છોટાકાકા હતા. તે આબુ બાજુ કોન્ટ્રાક્ટ૨નો ધંધો કરતા હતા. ત્યાં આબુમાં કોઈએ તેમને તત્ત્વજ્ઞાન આપ્યું. એ વાંચીને એમણે પંઘાને સમેટી લીધો. અમદાવાદ આવ્યા પછી મુનિશ્રી મોહનલાલજીનો સંપર્ક થયો અને તત્ત્વજ્ઞાનમાંથી સમજાવવા જણાવ્યું. ત્યારે મુનિશ્રી મોહનલાલજીએ કહ્યું કે મારા ગુરુ આશ્રમમાં છે. પછી તેઓ આશ્રમ આવ્યા અને પ્રભુશ્રીજીના સમાગમથી કામ ધંધો સંપૂર્ણ છોડી દીધો. છોટાકાકાને એક દુકાન હતી. તેમાં એક પારસી ભાગીદાર હતો. તેને દુકાન સોંપી દીધી અને કહ્યું કે હું જીવું ત્યાં સુધી મને મહિને ૧૫૦-૦૦ રૂપિયા આપવા. ૪-૫ લાખની દુકાન હતી પણ તેમાંથી કંઈ ભાગ લીધો નહીં.
છોટાકાકા તથા છોટાકાકાની વહુ, બે જણ જ હતા. છોકરા નહોતા. બન્ને જણ અમદાવાદમાં હઠીસીંગની વાડીના મુખ્ય દરવાજા ઉપરના મેઢા ઉપર રહેતા હતા.
જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી
છોટાકાકા તથા પુનશીભાઈ શેઠ બન્ને જણા અગાસ આશ્રમના જિનમંદિર માટે પ્રતિમા જોવા પાલીતાણા ગયા હતા. ત્યારે છોટાકાકાની વહુને એવા ભાવ થયા કે પ્રભુશ્રી માટે ફીણના લાડવા બનાવી તેમને વહોરાવું. પછી તે લઈ આશ્રમમાં આવ્યા.
તે વખતે છોટાકાકાની વહુને પ્રભુશ્રીએ પૂછ્યું કે ‘રોજ ભક્તિ કરો છો ?' ત્યારે કાકીએ કહ્યું : બધી ભક્તિ મને આવડતી નથી પણ જેટલી આવડે એટલી કરું છું. ‘માળા ગણો છો?’ હા, માળા ગણું છું. પછી પ્રભુશ્રીએ કહ્યું કે રોજ “જે સ્વરૂપ સમજ્યા વિના’એ ગાથા બોલ્યા કરજો. પછી કાકી અમદાવાદ ગયા અને થોડા દિવસોમાં બિમાર પડ્યા. તાવ આવતો હતો. કાકી તો ખાટલામાં પડ્યાં પડ્યાં ગુણ ગુણ કરે. છોટાકાકા કહે તું શું બોલ બોલ કરે છે. તને ભક્તિ સંભળાવું? ત્યારે કાકી કહે તમે જોરથી બોલો તેથી મારું માથું પાકી જાય. ત્યારે છોટાકાકા કહે તું શું બોલે છે? કાકીએ કહ્યું કે તમે ભગવાનની પ્રતિમા જોવા પાલીતાણા ગયા ત્યારે હું અગાસ ગઈ હતી. ત્યાં મહારાજે મને “જે સ્વરૂપ સમજ્યા વિના’'એ ગાથા આપી છે. અને કહ્યું છે કે એ ગાથા બોલ્યા કરજે. એટલે એ ગાથા બોલ્યા કરું છું. હવે હું જીવવાની નથી. છેલ્લે પેહરાવવા માટે કપડાં મેં તૈયાર કરી મૂક્યાં છે. તે છોટાકાકાએ જોયાં. તેમાં સફેદ સાડી હતી. તેથી કહે તું જીવવાની નથી તો સફેદ સાડી શું કરવા મૂકી છે. સેલો (ભારે સાડી) મૂકને ભલે ભંગી પહેરે, ત્યારે કાકીએ કહ્યું ભલે તમારી ઇચ્છા.
અંત સમયે છોટાકાકા કઠે ચંપાબેનને (નગર શેઠાણીને) બોલાવું ? ત્યારે કાકી કહે શું કરવા એમને બોલાવો, હું મળવાની નથી. છ વાગે મારો દેહ છૂટશે. છતાં છોટાકાકાએ ચંપાબેનને બોલાવ્યા પણ એમની ગાડી ઠીસીંગની વાડી
ના દરવાજા નીચે આવી તેટલામાં એમનો દે છૂટી ગયો.
“જે સ્વરૂપ સમજ્યા વિના”
પછી સુવાનું જ છે ને
પછી છોટાકાકાએ ઘરબાર કાઢી નાખ્યું, કપડાં ઘરેણાં આપી દીધાં. અને ચંપાબેનને ત્યાં જ રહેતા. છોટાકાકાને લીધે જ ચંપાબેન ધર્મ પામેલા. દિવાળીને દિવસે રાતના ૧૨ વાગે છોટાકાકાનો દેહ છૂટેલો, ત્યારે બેઠા બેઠા બઘી માળાઓ ગણી હતી. તે વખતે ચંપાબેને કહ્યું કે ભાઈ થાકી ગયા હશો, હવે સૂઈ જાઓ. ત્યારે છોટાકાકા કહે - પછી સૂવાનું જ છે ને.
૧૪૪