________________
અમારે હવે બીજા વર્ષે જરૂર નથી
સં.૧૯૯૧ના ભાદરવા સુદ ૧૫ની રાત્રે મને સ્વપ્ન આવ્યું તે ઉપરથી મને એમ લાગેલું કે હવે પ્રભુશ્રીજીનો દેહ વઘારે ટકશે નહીં. તેથી તેઓશ્રીનું આયુષ્ય પહોંચે ત્યાં સુધી મારે આશ્રમમાં જ રહેવું.
એકવાર ડૉક્ટર શારદાબેન સં.૧૯૯રના પોષ માસમાં અમદાવાદથી ગરમ કપડાં તથા શાલ વગેરે પ્રભુશ્રીજી માટે લાવેલા ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે અમારે હવે બીજા વર્ષે જરૂર નથી. તેમ હું પણ જ્યારે પ્રભુશ્રીજી સ્ટેશન ઉપર સવારે ફરવા જાય ત્યારે ટેબલ લઈને સાથે જતો, ત્યાં પણ વાત થયેલી. તે ઉપરથી મારા સ્વપ્નાની મને ખાત્રી થઈ કે જરૂર પ્રભુશ્રીજીનો દેહ હવે ટકશે નહીં. પછી મહા સુદ-૧૫ થી તેઓશ્રીની શરીર પ્રકૃતિ ઘીમે ઘીમે નરમ પડવા લાગી અને છેવટે મારે તેમની સાથે આશ્રમમાં દશ માસ સુધી રહેવાનો જોગ બન્યો હતો.
આપના પછી કોનો સમાગમ કરવો
સ્વપ્નમાં જ્યારે હું પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયો ત્યારે તેઓશ્રી પાટ ઉપર બિરાજેલા હતા અને નીચે ડાબી બાજુ બ્રહ્મચારીજી બેઠા હતા અને જમણી બાજુ પરમકૃપાળુદેવ ઊભા હતા. જાણે તેઓ પ્રભુશ્રીજીને સમાધિમરણ કરાવવા આવ્યા હોય તેમ ભાસ થયો. પરમકૃપાળદેવ દ્રવ્યસંગ્રહની ગાથાઓ ઊભા ઊભા બોલતા હતા. જેમ ઈડરના પહાડમાં બોલતા હતા તેમ જાણે બોલતા જણાયા. તે પ્રમાણે પા કલાક સુધી તેમની પાસે ઊભા ઊભા ગાથાઓ બોલી અદ્રશ્ય થઈ ગયા. આ બધું મેં સ્વપ્નમાં તેમની સામે ઊભા ઊભા જોયું. તેથી મને એમ લાગ્યું કે હવે પ્રભુશ્રીજીનો દેહ ટકશે નહીં. એટલે સ્વપ્નમાં જ મેં મારા માટે પ્રભુશ્રીજીને બે પ્રશ્નો પૂછ્યાં. તેમાંનો એક પ્રશ્ન એ હતો કે પ્રભુ, આપના પછી મારે કોનો સમાગમ કરવો? ત્યારે પ્રભુશ્રીજીએ તેમની બાજુમાં પાટ નીચે બ્રહ્મચારીજી બેઠેલા હતા તેમની સામે આંગળી કરી મને ઈશારો કર્યો. ત્યારથી મને ખાત્રી થઈ કે પાછળથી બ્રહ્મચારીજી જગ્યા સંભાળશે અને અંતે એમ જ બન્યું. સારું નિમિત્ત બનાવવાથી ઘણો લાભ ભક્તિના કાર્યક્રમ બાબત પ્રભુશ્રીજીએ મને કહેલું કે સારું
નિમિત્ત બનાવવું તેથી લાભ છે. પ્રભુશ્રીજીના સમયથી આ કાર્યક્રમ હું સંભાળતો, સમયસર ભક્તિ શરૂ કરતો. એક દિવસ બપોરના કોઈના
કહેવાથી મોડો ઘંટ વગાડ્યો. પણ સમયસર પૂ.શ્રી બ્રહ્મચારીજી ભક્તિમાં આવીને બેસી ગયા. મને પૂછ્યું કે કેમ શ્રી મગનભાઈ ઘંટ વગાડ્યો નથી? જે બન્યું હતું તે મેં કહ્યું. ત્યારે બ્રહ્મચારીજી કહે - તેમ કરવું નહીં. સમયસર ઘંટ વગાડી દેવો.
૧૩૯