________________
પ્રભુશ્રીજી, એ જ આપણું ધન છે
એકવાર ભાઈલાલભાઈએ દિવાળીના દિવસોમાં બારસને દિવસે પોતાના માતુશ્રીને કહ્યું કે બા કાલે ધનતેરસ છે. લોકો ધનતેરસને દિવસે ઘનને દૂધથી ઘૂએ છે. ત્યારે માતુશ્રીએ કહ્યું કે આપણી પાસે ધન ક્યાં છે કે જેને દૂધથી ઘોઈએ. ત્યારે ભાઈલાલભાઈએ કહ્યું કે અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજી છે એ જ આપણું ઘન છે. એમના ચરણ ઘોઈએ. એમ વિચારી ધનતેરસને દિવસે સવારના ત્રણ વાગે ઊઠી દૂધ દોહીને ચાલતા ચાલતા આશ્રમમાં આવ્યા. તે વખતે ભક્તિમાં સ્તવન બોલાતા હતા. પછી ભાઈલાલભાઈએ ભગતજીને કહ્યું કે મારે પ્રભુશ્રીજીના દૂધથી ચરણકમળ ધોવા છે. તે વાત ભગતજીએ પ્રભુશ્રીજીને કરી. પછી ભાઈલાલભાઈએ પ્રાસુક જળથી પગ પ્રક્ષાલન કરી દૂધથી પ્રભુશ્રીજીના ચરણકમળ ધોવાનો અદ્ભુત લાભ લીધો હતો. પછી પોતાની રૂમમાં આવી તે દૂધની સાથે ઢેબરાં ખાધા.
મહાપુણ્યનો ઉદય થાય ત્યારે આવું સૂજે કે હું સત્પુરુષના ચરણકમળનો અભિષેક કરું. આવા ઉત્તમભાવથી જ્ઞાનીપુરુષના ચરણકમળ ધોતાં પોતાના પાપ પણ ધોવાઈ જાય છે.
ભાઈલાલભાઈને “પરમબુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ’ એ ગાથા મનમાં બેસતી નહોતી. આ વાત પ્રભુશ્રીજીને એમણે કહી નહોતી.
એક દિવસ પ્રભુશ્રીજી ત્રણ ચાર વખત એ ગાથા ‘પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અલ્પ' બોલી આંગળીથી કૃપાળુદેવને બતાવ્યા. ત્યારબાદ તે ગાથા ભાઈલાલભાઈના મનમાં બેસી ગઈ.
ભાઈલાલભાઈએ પૂછ્યું : મોટી ચોરી એટલે શું? પ્રભુશ્રીજીએ કહ્યું : ‘આ દેહ મારો માન્યો છે તે જ મોટી ચોરી’ (આ નિશ્ચયથી મોટી ચોરીની વ્યાખ્યા થઈ).
કોઈની પ્રકૃતિ સામું જોવું નહીં
સં.૧૯૮૯ના આસો વદી ૨ના રોજ ધૂલીયા જવાનો વિચાર હતો, પણ નારણભાઈની પ્રકૃતિના વિચાર આવવાથી માંડી વાળ્યું. પણ તેનો ખુલાસો પ્રભુશ્રીજી પાસે થાય તો જવું તેવા વિચારથી હું ઉપર ગયો ત્યારે પ્રભુશ્રીજી અગાસીમાં બેઠા હતા. ત્યાં જઈને બેઠો તેની સાથે જ પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ‘પ્રકૃતિ સામું જોવું નહીં.’ તે સાંભળીને મનનું સમાધાન થઈ
૧૩૮
ગયું. પછીથી ત્રીજને દિવસે હું ધુલીયા ગયો હતો.
પ્રભુશ્રીની હાજરીમાં પિતાશ્રીનું સમાધિમરણ
મારા પિતાશ્રી લક્ષ્મીદાસનો દેહ આશ્રમમાં સભામંડપની પાછળ રૂમમાં છૂટ્યો. તે વખતે આયંબિલની ઓળી ચાલતી હતી. તેમણે છ આંબેલ કરેલા. પછી તાવ આવ્યો તેથી વધુ ન બન્યા. ચૈત્ર સુદ ૧૫ના રોજ અસ્વસ્થતા વધારે જણાતા ૫.ઉ. ૫.પૂ. પ્રભુશ્રીજીને બોલાવેલ. તેઓશ્રીએ આવીને ઉત્તમ બોધ આપ્યો. જેવા બોધ આપી પગથીયા ઊતર્યા કે તેમનો દેહ છૂટી ગયો. બીજે દિવસે સવારે બાને લઈને પ્રભુશ્રીના દર્શન કરવા ગયો ત્યારે પ્રભુશ્રીએ કહ્યું ‘તેનું સમાધિમરણ થયું. છ મહિનાથી તેની લેશ્યા ઉત્તમ હતી એ અમે જાણતા હતા.’
મારા પિતાશ્રી ભણેલા નહીં. પણ પ્રભુશ્રીએ વચનામૃત વાંચવા આપ્યું અને કહે વાંચજે, આવડી જશે. એમની કૃપાથી વાંચતા આવડી ગયું અને આખું વચનામૃત પુરું કર્યું. પછી પૂનમના દિવસે તેમનો દેહ છૂટ્યો હતો.