________________
ગાયો રે ગાયો કસરબા દેવાનો સંદ, ગાયો રે જ્યારે ચોમાસુ પૂરું થયું ત્યારે પ્રભુશ્રીજી ઇન્દોર લગભગ માગસર સુદમાં સવારે નવ વાગે પધાર્યા. આખા ગામના દેરાસરોએ દર્શન કરવા ગયેલા. પહેલાં શેઠ હકમચંદના કાચના દેરાસરે ગયા. ત્યાં “વીરજીને ચરણે લાગું' સ્તવન બોલાવ્યું. પછી બીજાં દેરાસરોએ જઈ આવી આહાર પાણી વાપરી આરામ કરી બપોરે તુકોગંજ ગયા. ત્યાં હુકમચંદ, કસ્તુરચંદ વગેરેના ત્રણેય બંગલાઓમાં પધાર્યા હતા. ઇન્દોરમાં રાત્રે નવ વાગે આત્મસિદ્ધિ શરૂ કરી. પોતે બોલાવે અને અમે દસ-બાર જણ ઝીલીએ.
જ્યારે લગભગ ૧૨ વાગ્યાના સમયે આત્મસિદ્ધિની છેલ્લી કળશની પાંચ ગાથાઓ બાકી રહી ત્યારે પોતે ઊભા થઈ ગયા. અને ઉલ્લાસમાં આવી જઈ “ગાયો ગાયો રે કસરબા” દેવાનો નંદ, ઇન્દોર મુકામે ગાયો રે” એમ ઘણા ઉલ્લાસથી બોલ્યા પછી, “અરે ભૂલ્યો ભૂલ્યો” એમ કહી દેવાનંદાનો નંદ' એમ જણાવ્યું હતું. પછી અમો બઘા પણ ઊભા થઈ ગયા. તેઓશ્રી ઘણા ઉલ્લાસમાં આવી ગયેલા હતા. તે ભાવ, તે દ્રશ્ય જણાવી શકાય એમ નથી.
સંસાર છૂટશે નહીં પણ સમાધિ થશે પ્રભુશ્રીજીને ચાલતા ચાલતા ભાઈલાલભાઈએ પૂછ્યું કે સંસાર છૂટશે કે નહીં? ત્યારે ઉત્તરમાં પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “સંસાર છૂટશે નહીં પણ સમાઘિ થશે.”
આજ્ઞા ચઢે કે સેવા ચઢે રાત્રે બઘા પ્રભુશ્રીજીના પગ-હાથ દાબે ત્યારે ભાઈલાલભાઈ પાસે બેઠેલા હોય તે પણ સેવા કરવા જાય ત્યારે ના પાડે.
ભાઈલાલભાઈથી રહેવાય નહીં એટલે ફરીફરીને જાય, પણ ના પાડી દે. પછીથી એકવાર રૂમમાં બધા બેઠા હતા ત્યારે પ્રભુશ્રીજીએ બધાને પ્રશ્ન કર્યો કે “સેવા ચઢે કે આશા ચઢે?” ત્યારે સેવા કરવાવાળાએ કહ્યું કે સેવા. પણ પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “આજ્ઞા ચઢે. આજ્ઞામાં સેવા આવી જાય છે.” વળી તે જ પ્રસંગે જણાવ્યું કે આ દુકાન ખાલી કરી નાખશો.' આજ્ઞામાં લાભ છે એમ જાણી અમોએ સવારે તે સિયાગંજની દુકાન ખાલી કરી નાખી અને ગામમાંની દુકાનમાં બધો સરસામાન લઈ ગયા હતા. રાત્રે એ દુકાનમાં આગ લાગી.
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ પરમકૃપાળુદેવના નામે ચાલતા જુદા જુદા ઘર્મ પ્રવાહોની કેટલીક વાત થયા પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “છાનોમાનો એક ખૂણામાં બેસી આ મળેલી આજ્ઞા (ત્રણ પાઠ અને માળા વગેરે) ફેરવશે, તે તેને ક્ષાયિક સમકિત પમાડશે. બાકી રંગેલું નાવડું જોઈ કુદી પડવા જેવું નથી. અનાદિકાળથી જીવે આમ કર્યું છે, તેથી રઝળ્યો છે. સાચી વસ્તુ હાથમાં આવ્યા છતાં નિકટ આવેલો પણ દૂર જતો રહે છે.”
૧૩૬