________________
સીમરડાની અપૂર્વ ભક્તિ
-
છે
_
TT
સંવત ૧૯૭૫નું ચોમાસું પ.પૂ.પ્રભુશ્રીજીએ સીમરડામાં કરેલું. તે વખતે પ.પૂ.પ્રભુશ્રીજીનો ઉતારો મહાતમરામના મંદિર પાછળ આવેલ મકાનમાં રાખવામાં આવ્યો હતો. આ વર્ષના પર્યુષણની નવ દિવસની ભક્તિ સીમરડા ગામની ભાગોળે આવેલ પાટીદાર વાડી કે જેને ઘર્મશાળા કહે છે તેમાં વચ્ચે ચોકમાં મંડપ બાંધી કરવામાં આવી હતી. તે ભક્તિ અદ્ભુત રીતે થઈ હતી. ભક્તિમાં પ.પૂ.પ્રભુશ્રીજી ઊભા થઈ ભાવોલ્લાસમાં પીંછી ઊંચી કરી “મેં દીવાના રાજકા.... કે કોઈ માઘવ લો, માઘવ લો’ બોલી એવી ભક્તિ કરે કે તે ભક્તિના રસમાં મુમુક્ષુઓ બેભાન થઈ જાય. તેમને ઉપાડી સામે આવેલ મહાતમરામના મંદિરમાં લઈ જઈ સુવાડી પંખા નાખે, પાણી છાંટે કે ફરી ભાનમાં આવી જઈ ભક્તિમાં જોડાઈ જાય. જ્યાં ભગવાન જ સાક્ષાત્ ભક્તિ કરાવે એ ભક્તિનું વર્ણન આપણા જેવા પામર શું કરી શકે? તે સમયે પરમકૃપાળુદેવની ભક્તિનો ઘણાને અદભુત રંગ લાગ્યો હતો. શ્રી જેસંગભાઈ શેઠ, ભાઈશ્રી રણછોડભાઈ વગેરે મુમુક્ષુઓ પણ તે ભક્તિમાં હાજર હતા.
૧૨૪