________________
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પવિત્ર દેહ સમક્ષ આખી રાત ભક્તિ-સ્મરણ
૫.૩.૫.પૂ.પ્રભુશ્રીજીના શરીરને પાણી વગેરેથી સ્વચ્છ કરી, વસ્ત્ર બદલી, શ્રી રાજમંદિરના નીચેના દરવાજામાં પાર્થિવ દેશને
પદ્માસન મુદ્રામાં બિરાજમાન કર્યો. ત્યાં આખી રાત ભક્તિ અને સ્મરણ મંત્રની ધૂન ચાલી. ઘણા સ્થળોએ ખબર કરવાથી નજીકના ગામોના લોકો એકત્રિત થયા હતા. સવારે ભારે મેદની સહ સ્મશાનયાત્રા નીકળી હતી. પ.પૂ.પ્રભુશ્રીજીને પાલખીમાં બિરાજમાન કરી સ્મશાનયાત્રા આશ્રમની પ્રદક્ષિણા દઈ અગ્નિસંસ્કાર સ્થળે પહોંચી હતી. પશ્ચાત્ ચંદનના લાકડાની ખડકેલી ચિતામાં પ.પૂ.પ્રભુશ્રીજીના દેહને પધરાવી વિધિ પ્રમાણે ઘી હોમી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
૧૧૨