________________
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પવિત્ર આત્માએ પામેલ પ૨મ સમાધિ
મધ મ
સંવત ૧૯૯૨ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્ય-નિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને ‘અપૂર્વ અવસર' બોલવાનું સૂચવેલ. કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિનાં ૮ કલાકે અને ૧૦ મિનિટે બ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ, નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને! અને એમણે દર્શાવેલ દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને !
ભક્તિસત્સંગધામ બનાવી ક૨ેલ અનંત ઉપકાર
પ્રભુશ્રીએ આમ સં.૧૯૭૬ થી ૧૯૯૨ સુધી આશ્રમના જીવનપ્રાણ બની તેને સત્સંગ, ભક્તિ અને મોક્ષમાર્ગ સાધનાનું અનુપમ જીવંત ધર્મસ્થાન બનાવ્યું અને હજારો મોક્ષાભિલાષી ભવ્યાત્માઓને સન્માર્ગ-સન્મુખ કરી અનંત ઉપકાર કર્યો.
પ.પૂ.પ્રભુશ્રીજીના ઉપદેશામૃત વડે અનેકને આત્મજાગૃતિ
તેઓશ્રીએ સંસારતાપથી સંતપ્ત ભવ્યોને ઠારવા નિષ્કારણ કરુણાથી પ્રસંગોપાત્ત જે જે બોધવૃષ્ટિ વરસાવેલી તે બોઘામૃત વર્ષોમાંથી સમીપવર્તી મુમુક્ષુઓએ કોઈ કોઈ વાર યત્કિંચિત્ યથાશક્તિ ઝીલી સંગ્રહ કરેલો તે ‘ઉપદેશામૃત' નામના ગ્રંથમાં પ્રસિદ્ધિ પામેલ છે. - ઉ.પૃ.(૭૫, ૭૬, ૭૭) આવા નિષ્કામ મહાત્માઓને અતિ વિનમ્રભાવે પુનઃ પુનઃ અભિવંદન હો! અને તેમના અચિંત્ય યોગબળે જગતનું કલ્યાણ થાઓ. -ઉ.પૃ.(૭૯)
૧૧૧