________________
રાજાઓનું પ.પૂ.પ્રભુશ્રીજી પાસે વારંવાર આગમન
પ્રભુશ્રીના આબુના નિવાસ દરમિયાન લીમડી, જસદણ, સાણંદ વગેરેના રાજાઓ તથા ભાવનગરના દિવાન પટ્ટણી વગેરે શ્રી હીરાલાલ દ્વારા પ્રભુશ્રીનું માહાત્મ્ય સાંભળી પ્રભુશ્રી પાસે વારંવાર આવતા અને કલાકો સુધી બોધ સાંભળવા બેસતા. તેમના નિમિત્તે અદ્ભુત બોધની વૃષ્ટિ થતી. લીમડીના ઠાકોરની ઇચ્છાથી શ્રી ‘આત્મસિદ્ધિ’ના અર્થ પણ પ્રભુશ્રીએ સમજાવ્યા હતા. એમ સૌને સંતોષ તેમજ આત્મલાભ મળતો હતો.
વસિષ્ઠાશ્રમમાં ઉલ્લાસપૂર્ણ ભક્તિ
વસિષ્ઠ આશ્રમમાં આત્મસિદ્ધિની પૂજા ચાલતી હતી ત્યાં પ્રભુશ્રી ઘણા ઉલ્લાસમાં આવી જઈ -
“કોઈ માધવ લો, હાંરે કોઈ માધવ લો; માધવને મટુકીમાં ઘાલી, ગોપીજન લટકે ચાલી. હાંરે કોઈ માધવ લો, અચળ પ્રેમે માઘવ લોકે
એમ પોતે બોલી ઊઠ્યા. પછી બોધ કર્યો : “ભક્તિ તો સારી થઈ. નિર્જરા થઈ, પણ પ્રેમ આવ્યો નથી, પ્રીતિ થઈ નથી. કોના ઉપર? એક આત્મા ઉપર પ્રેમ પ્રીતિ કરવાની છે?
બઘા મુકામ ઉપર પાછા ફર્યા ત્યારે બધાને પૂછ્યું : “ત્યાં શું જોયું ? શાની ઇચ્છા કરી? આત્મા જોયો? કોઈએ આત્મા જો?
આ પ્રમાણે ત્રણેક માસ આબુ રહી જેઠ વદ ૮ના રોજ પ્રભુશ્રી ત્યાંથી સિદ્ધપુર શ્રી રત્નરાજ સ્વામીના આશ્રમમાં બેએક દિવસ રોકાઈ પછી અમદાવાદ થઈ આશ્રમમાં આવ્યા.
પ.પૂ.પ્રભુશ્રીજીના ઉત્સવ નિમિત્તે વસિષ્ઠ આશ્રમમાં થયેલ ભક્તિનું દૃશ્ય
૯૮