________________
ભક્તિનો રંગ જામ્યો
અનાદરા પોઈન્ટ એક વાર બઘા ગયા હતા ત્યાં ભક્તિનાં પદો બોલ્યા પછી ગોળ ફરતાં ફરતાં “મૂળ મારગ સાંભળો જિનનો રે'એ પદ પ્રભુશ્રી પોતે બોલાવતા અને બઘાં ય ઝીલતાં. એમ ભક્તિનો રંગ જામ્યો હતો. ભક્તિ પૂરી થયે સહને “મંત્ર-સ્મરણ” કે “શુદ્ધતા વિચારે ધ્યાવે' એનું રટણ કરતાં કરતાં પાછા ફરવાની આજ્ઞા થઈ હતી.
આ જ રીતે અર્બુદાદેવી, સનસેટ પૉઈન્ટ, રામકુંડ ઉપર દેડકીશિલા, ક્રૉસ પૉઈન્ટ, પાંડવ ગુફા, ટ્રેવર સરોવર અને વસિષ્ઠ આશ્રમ આદિ સ્થળોએ કલાકો સુધી ભક્તિનો રંગ જામતો અને સર્વને અભુત ઘર્મરંગ ચડતો હતો.