________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી
જન્મ
‘ઉપકારી કો નહીં વીસરીએ, એ હી ધર્મ અધિકાર’
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૪૫ના શ્રાવણ વદ ૮ના દિવસે ગુજરાતના ચારુતર પ્રદેશમાં બાંધણી નામના ગામમાં, જન્માષ્ટમીના શુભ દિને થયો હતો. જન્માષ્ટમી, મહાત્મા શ્રીકૃષ્ણનો જન્મ દિવસ છે. તે દિવસે જન્મ થવો એ પણ એક શુભ સંકેત હતો. શ્રી કૃષ્ણે એકવાર ‘ગોવર્ધન’નામનો પર્વત ઉપાડેલો, તેથી તેમનું બીજું નામ ‘ગોવર્ધનધર’ પણ હતું. તેને અનુસરતું એમનું નામ પણ ‘ગોવર્ધન’ રાખવામાં આવ્યું.
શ્રી શાંતિભાઈ પટેલ દ્વારા રચિત ‘જીવનરેખા’ના આધારે ‘પૂ.શ્રી બ્રહ્મચારીજીનું સચિત્ર જીવન દર્શન' લખનાર શ્રી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ.