________________
પૂજ્યશ્રી
બ્રહાચારીજી
જન્મોત્સવ પદ જનમ્યા જનમ્યા ગોવર્ધન ગિરઘારી.
ગુરુરાજની આણા શિરઘારી, એના રોમે રોમે ગુરુરાય...ગોવર્ધન ગિરઘારી ઉપકારો એના ન ભુલાય...ગોવર્ધન ગિરધારી -૧
ગુરુમંત્ર દઈ અમ દુઃખ ટાળ્યા, આત્માર્થે જીવન અજવાળ્યા,
ગુરુભક્તિમાં અમને વાળ્યા, એ તો કૃપાતણો અવતાર...ગોવર્ધન ગિરધારી -૨
મળ્યા મળ્યા ગોવર્ધન ગિરધારી, પ્રભુશ્રીએ નામ આપ્યું બ્રહ્મચારી,
ગુરુરાજની વાણી અવધારી, એ તો રમે સદા બ્રહ્મમાંય.. ગોવર્ધન ગિરઘારી -૩
મળ્યા સંત સલુણા ઉપકારી, એની શિક્ષા આત્માને હિતકારી,
ગુરુભક્તિ બતાવી કલ્યાણકારી, એ તો ખરો મોક્ષ ઉપાય...ગોવર્ધન ગિરઘારી -૪
પ્રભુ પરમકૃપાળુને નમું, વળી નમું સંત લઘુરાજ રે,
ઉપકારી ગોવર્ધન ગુણ નમું, મારા મોક્ષ કાજે ભવિ આજ...ગોવર્ધન ગિરધારી -૫
શ્રી પારસભાઈ જૈન