________________
વવાણિયામાં શ્રીમદ્ રાજચંદ્રને જાતિસ્મરણજ્ઞાન થયું તે વૃક્ષ પાસે પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે
મારબા દાન કરાવવાાણવા આવ્યા. શ્રા જવલબહન અન શ્રા બુદ્ધિધનભાઈ વગર ત્યા જ હતા.
સવારની ભક્તિ કરી રહ્યા પછી બઘી તળાવડીઓએ ફરવા ગયા. પછી જ્યાં પરમકૃપાળુદેવને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું તે બાવળના ઝાડ આગળ બેસી ભક્તિ કરી અને બહેનોએ ગરબા ગાયા. બીજે દિવસે તળાવડીએ પદ બોલી બેઠા પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું કે “યાત્રામાં જેટલું શરીર ઘસાશે તેટલું કામનું છે.” પોતે ઘણા ઉલ્લાસમાં હતા. તે જ દિવસે થોડીવારમાં એક સુંદર ભજન તૈયાર કર્યું.
અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નીરખી, મુમુક્ષુ મનને હો કલ્યાણક સરખી.” આ ભજન શ્રી વસ્તીમલભાઈને ભક્તિમાં બોલવાની આજ્ઞા કરી. સર્વ મુમુક્ષુમંડળે પ્રેમપૂર્વક ઝીલી ખુબ આનંદ અનુભવ્યો હતો. વવાણિયા છ દિવસ રોકાઈ રાજકોટ પથાર્યા. રાજકોટમાં જ્યાં પરમકૃપાળુદેવનું સમાધિસ્થાન છે ત્યાં દર્શન ભક્તિ કરી જે બંગલામાં પરમકૃપાળુદેવનો દેહોત્સર્ગ થયેલો તે સ્થાનના દર્શનાર્થે ગયા.
૧૮૨