________________
સત્સંગ એ સર્વ સુખનું મૂળ
(પૂ.શ્રી બ્રહ્મચારીજી ને “પરનામાંથી 'क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका' એક લવ સત્સંગ પણ કોટિકર્મોનો નાશ કરવા સમર્થ છે. સત્સંગ માટે ડગલાં ભરતા અઢળક પુણ્ય
જ્યાં સત્સંગ છે ત્યાં આ ભવ, પરભવ બન્નેનું હિત થાય તેવો જોગ છે. કોટિ કર્મનો નાશ સત્પુરુષના સમાગમે થાય છે. તે કમાણી જેવી તેવી નથી. બસો પાંચસો રૂપિયા માટે જીવ પરદેશ પણ ચાલ્યો જાય, અનેક જોખમ ખેડે અને મહેનત ઉઠાવે પણ પુણ્ય વિના તે પામી શકાતું નથી; અને સત્સંગ માટે જ્યારથી ફુગલાં ભરે ત્યારથી જીવને પુણ્ય અઢળક બંધાતું જાય છે. તેનું માત્ર જીવને ભાન નથી, શ્રદ્ધા નથી. (પ.પૃ. ૮)
સત્સંગ એ પહેલામાં પહેલું અને સહેલામાં સહેલું આત્મકલ્યાણનું કારણ છે. વિશેષ શું લખવું? જેનું ભલું થવાનું હશે તેને તે સૂઝશે અને સત્સંગે કોઈ જ્ઞાનીની આજ્ઞા પામી આરાધીને આત્મહિત કરી લેશે તેનો મનુષ્યભવ સફળ થશે એ લક્ષમાં લેવા યોગ્ય છેજી. (પૃ.૫૫૯)
સત્સંગ અર્થે આટલો ભવ અવશ્ય ગાળવો
“આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર સ્ફુરણા કરી છે અને જેનું માહાત્મ્ય દર્શાવવા અનેક પત્રો લખ્યા છે એવો એક સત્સંગ નામનો પદાર્થ સર્વથી પહેલો નિરંતર ઉપાસવા યોગ્ય છે, ભાવના કરવા યોગ્ય છેજી. તે સિવાય નિઃશંક થવાય તેમ નથીજી, માટે બનતા પ્રયત્ને ગમે તેટલા ભોગે, શરીરની દરકાર જતી કરીને પણ સત્સંગ અર્થે આટલો ભવ ગાળવો છે. એમ નિર્ણય થશે તો જરૂર તમે જે ધારણા રાખો છો સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છેજી.’’ (૫.પૃ.૪૯૭)
“કોઈનો સંગ કરવા યોગ્ય નથી; છતાં તેમ ન બને તો સત્સંગ કરવો, કેમકે તે અસંગ થવાની દવા છે.' (પૃ.૫૪૪) સંસા૨ ઝે૨ને નિવારવા સત્સંગ જડીબુટ્ટીરૂપ
સંસાર ઝેરી નાગ જેવો છે. મુમુક્ષુ નોળિયા જેવો હોવો જોઈએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત જડીબુટ્ટીરૂપ સત્સંગ સેવે (પ.પૂ.ઘટક)
‘મોક્ષમાળા'માં પાઠ ૨૪મો સત્સંગ વિષે છે. તેમાં કુસંગથી બચવા તથા કુસંગનો ત્યાગ કરવો ઘટે છે એમ કહ્યું છે તે યથાર્થ છે. જ્યાં સુધી પોતાને યથાર્થ વિચાર કરવાની દશા ન પ્રગટે ત્યાં સુધી ઘણો વખત સત્સંગમાં ગાળવાનો મળે તો મારાં
૧૪૩
અહોભાગ્ય એમ માની સત્સંગ વારંવાર સેવવા યોગ્ય છે. (પ.પૂ.૭૦૪)
પરમકૃપાળુદેવમાં પરમપ્રેમ પ્રગટે અને તેમનાં વચનો અમૃત તુલ્ય લાગે તેમ સંસારપ્રેમ સંક્ષેપવા સત્સંગ સર્વનું મૂળ છે. તેની ખામી તેટલી બધામાં ખામી. (૫૬,૭૧૦) બોઘામૃત ભાગ-૧માંથી ૧
સત્સંગ સહેલો અને પહેલો કરવા યોગ્ય પ્રશ્ન—સત્સંગ એટલે શું?
ઉત્તર—આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ, એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરવો તે સત્સંગ, ઉત્તમનો સહવાસ તે સત્સંગ, આત્મા ભણી વૃત્તિ રહેવી તે સત્સંગ. -ધો.ભા.૧ (પૃ.પર)
પ્રભુશ્રીજી જે દિવસે નાસિકથી પધાર્યા તે દિવસે સાંજે બોધ કર્યો હતો. તેમાં છેવટે કહ્યું હતું કે સત્સંગ કરજો, સત્સંગ એ સહેલો રસ્તો છે, તે પહેલાં કરી લેવાનો છે. સત્સંગમાં પોતાના દોષ દેખાય, પછી કાઢે. ભા.૧ (પૃ.૪૩)