________________
ત્રીજા ભેદનું દ્રષ્ટાંત ઃ વણાગનટવર રાજા
લી અને મલ્લી નામના ક્ષત્રિયો (કૌરવપાંડવો જેવા ના યુદ્ધમાં (મહાવીર સ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામનો શ્રાવક્ર રાજા ભક્તિવાળો હતો. તેને
મોટા રાજા ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે એવી તપસ્યા કરતો હતો. પારણાને દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું, એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો, એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દે વિશેષ ટકે તેમ નથી. ત્યારે સારથિને કહીને ૨થ એકાંતમાં હંકાવી નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાધન-ભક્તિ કરવી. તે વાત તેનો સારથિ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું.
રાજાએ કર્યું તેમ સારથિએ પણ કર્યું
પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે એણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર પાંચ બાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ પાંચ બાણ ઘોડાઓને માર્યા; પણ રાજા બચાવ કરી શક્યો નહીં; અને મરણ પમાડે તેવાં તે બાસ જાણી તેણે સારથિને રથ એક બાજા નદી તરફ લઈ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઊતરીને ઘોડાના બાણ કાઢી નાખ્યાં, તો તે પ્રાણરહિત થયાં. તેવી જ પોતાની દશા થશે એમ જાણી નદીની રેતીમાં તે રાજા સુઈ ગયો. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યો કે તે ભગવાન ! હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હો તે મને હો. એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેણે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યાં તેમ તે દાસે પણ કર્યું. અને બન્નેના દેહ છૂટી ગયા.
રાજા ક૨તા વહેલો દાસનો મોક્ષ
રાજા દેવલોકમાં ગયો અને દાસનું પુણ્ય તેટલું નહોતું તેથી વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયો. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મોક્ષમાર્ગ આરાધી તે મુક્ત થયો. હજી તે રાજા તો દેવલોકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે તે અર્થે કરવું. (બી.ભા.૩ પૃ.૫૦૦)
૧૪૨
સદ્ગુરુની આજ્ઞા ઉઠાવી હોત તો મોક્ષ થઈ ગયો હોત
જો સદ્ગુરુની આજ્ઞા આ જીવે કોઈ ભવમાં ઉઠાવી હોત તો આ જન્મ ન હોત, મોક્ષે ગયો હોત. આ વાત બહુ ઊંડા ઊતરીને વારંવાર વિચારવા જેવી છે. અને બીજાં બધા સાધનો કરતા જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ મોક્ષનો ઉપાય છે. એ હૃદયમાં દૃઢ કરી લેવા યોગ્ય છેજી. (બી.ભા.૩ પૃ.૫૬૨)
જેણે આત્મસ્વરૂપ પ્રગટ અનુભવ્યું તે પ્રત્યક્ષ જ્ઞાની
(૧) પ્રશ્ન —“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.’’ (૨૦૦) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે ?
ઉત્તર—જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યુ છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેથારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ.પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ, તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આશા તમને પ્રાપ્ત થઈ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છે. (બી.ભા.૩ પૃ.૭૭૭)