________________
પરમકૃપાળુદેવે પત્રાંક ૨૯૯માં જણાવ્યું છે કેઃ- “ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સન્ના ચરણમાં રહેવું.” તે પ્રમાણે જ તેમણે ચરિતાર્થ કરી બતાવ્યું.
પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ક્યારેક તેઓશ્રી વિષે જણાવતા કે “આ તો કુંદન જેવો છે; વાળ્યો વળે જેમ તેમ તેવો સરળ છે, જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડાય તેમ છે.”
ગુરુગમની પ્રાપ્તિ સંવત્ ૧૯૮૨માં પરમકૃપા કરી પ્રભુશ્રીજીએ પૂજ્યશ્રીને “સમાધિશતક' સ્વાધ્યાય અર્થે આપ્યું. છ છ વર્ષના સ્વાધ્યાયથી તેમણે તેને ખૂબ પચાવ્યું. તેના ફળ સ્વરૂપ પ્રભુશ્રીજીએ પ્રસન્ન થઈને એક એવી અપૂર્વ વસ્તુ આપી કે જેની માંગણી મોટા અગ્રણી ગણાતા મુમુક્ષુઓ પણ કરતા, પણ યોગ્યતા વગર પ્રભુશ્રી તેમને આપતા નહીં; અને જણાવતા કે યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. જ્ઞાનીઓ તો રસ્તે જનારને યોગ્યતા હોય તો બોલાવીને આપે એવા કરુણાળુ હોય છે.વળી પ્રભુશ્રી કહેતા કે “બેટો થઈને ખવાય બાપ થઈને ન ખવાય.” “ઉપમિતિ ભવ પ્રપંચમાં કેટલી વાત આવે છે! તેમાં તો ભારે કરી છે! એક સન્દુરુષ ઉપર દ્રષ્ટિ રાખવાની જ વાતો આવે છે. એ જ હું તો જોયા કરું છું કે આ શું લખી ગયો છે! પણ યોગ્યતા વગર કેમ સમજાય?” (ઉ.પૂ.૩૨૦) આમ યોગ્યતા વિના ભલભલાનેય ન મળે તેવી અપૂર્વ વસ્તુ તે “ગુરુગમ', પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને સંવત્ ૧૯૮૮ના જેઠ સુદ નવમીના દિને આપી. (પૂ.શ્રી બ્રહ્મચારીજીની નોંઘના આધારે) પ્રસંગોપાત્ પૂ.શ્રી બ્રહ્મચારીજી વિષે પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “સમ્યદર્શન છે એજ એને છાપ છે. છાપની જરૂર નથી.”
નિત્યનિયમ, વ્રત, મંત્રાદિ આપવાના કામની સોંપણી
પરમપૂજ્ય પ્રભુશ્રીજી ઘણીવાર પોતાની હયાતીમાં પણ મુમુક્ષુઓને નિત્યનિયમ, વ્રત, મંત્રાદિ આપવાનું કામ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને જ સોંપતા. સં. ૧૯૯૨ના મહા સુદ પૂર્ણિમાથી તો પ્રભુશ્રીજીની તબિયત વિશેષ નરમ થવા લાગી. જાણે પોતાની જીવન લીલા હવે સંકેલી લેવા માગતા હોય તેમ સં.૧૯૯રના ચૈત્ર વદ પાંચમના પવિત્ર દિને, પરમકૃપાળુદેવે ઉદ્ધારેલ સત્યથર્મને પોતે પ્રર્વતાવેલો તે માર્ગની સોંપણી હવે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને ટ્રસ્ટીઓની હાજરીમાં કરે છે :
૧૭