________________
-- (૪) વિવેચન વિભાગ
આત્મસિદ્ધિ વિવેચન : પરમ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ પોતાના સ્વાધ્યાય અર્થે લખેલ આત્મસિદ્ધિનો અર્થવિસ્તાર, આ ગ્રંથરૂપે પ્રગટ પણ થયો છે. ખંભાતના પૂ.અંબાલાલભાઈએ આત્મસિદ્ધિના સંક્ષિપ્ત ગદ્યાર્થ લખેલ, જે પરમકૃપાળુદેવના નજરતળે નીકળી ગયેલા. તેને આ ગ્રંથમાં પ્રત્યેક ગાથા નીચે મૂકી, આ અર્થવિસ્તારને તેના નીચે ભાવાર્થરૂપે આપવામાં આવ્યો છે. સર્વ શાસ્ત્રના સારરૂપ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'ના અવગાહનમાં અને તેમાં બોધેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવામાં આ વિવેચન મુમુક્ષુવર્ગને પ્રબલ સહાયકારી છે.
આ ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્યશ્રી લખે છે કે “સજ્જન પુરુષો આ અર્થવિસ્તારને ઇત્યમેવ ન સમજે, ‘ઇત્યમેવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના હૃદયમાં છે.'
આત્મસિદ્ધિ નિયન
અર્થવિસ્તારનો સમય સં.૧૯૮૨ છે. આઠ દૃષ્ટિની સજ્ઝાય (ભાવાર્થ સહિત) : ‘શ્રી હરિભદ્રાચાર્યે યોગવૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે.’” (વયનામૃત પk ૮૧૪) તે ઉપરથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં આ આઠ દૃષ્ટિની સજ્ઝાયની ઢાળબદ્ધ રચના કરી છે. પરમકૃપાળુદેવ આ વિષે જણાવે છે કે “તે કંઠાર્ગે કરી વિચારવા યોગ્ય છે. એ દૃષ્ટિઓ આત્મદશામાપક (થમિટર) યંત્ર છે.'' શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૭૦૨)
મા કૃષ્ટિની સજામ
આ ગ્રંથના નિવેદનમાં પૂજ્યશ્રી જણાવે છે કે “શ્રી યશોવિજયજીત આ આઠ દ્રષ્ટિની સજ્ઝાય મુખપાઠ કરી તેનો નિત્ય સ્વાધ્યાય કરવાની આજ્ઞા .ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આશ્રમનિવાસી મુમુક્ષુઓને કરી છે. ત્યારથી આશ્રમના નિત્યનિયમમાં આ આઠ વૃષ્ટિનો ઉમેરો થયો હોવાથી તેનો ભક્તિપૂર્વક નિત્ય પાઠ કરવામાં આવે છે.” પ્રસંગોપાત પૂજ્યશ્રી આ ગહન ગ્રંથ ઉપર વિવેચન કરતાં તેની નોંધ કરીને પૂ. સાકરબેને આ ભાવાર્થ તૈયાર કરેલો તે મુમુક્ષુઓને આઠ દૃષ્ટિના અર્થ સમજવામાં સહાયક જણાવાથી ગ્રંથરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. આ વિવેચનનો સમય સં.૨૦૦૩ છે.
સમાધિશતક વિવેચન : આ મૂળ ગ્રંથ ૧૦૫ ગાધાનો સંસ્કૃતમાં છે. તેના રચયિતા શ્રી પૂજ્યપાદ સ્વામી છે. તેઓ સંવત્ ૩૦૮માં આચાર્યપદે વિરાજમાન હતા. એ ગ્રંથના સંસ્કૃત ટીકાકાર શ્રી પ્રભાચંદ્રજી છે.
ગ્રંથયુગલ
સંવત્ ૧૯૪૯માં મુંબઈમાં પરમકૃપાળુદેવે આ ગ્રંથ પ.પૂ. પ્રભુશ્રીજીને સ્વાધ્યાય અર્થે ૧૭ ગાથા સુધી સમજાવી, આપ્યો હતો. તેના અગ્રપૃષ્ઠ પર તેઓશ્રીએ સ્વહસ્તે ‘આતમભાવના ભાવતા જીવ લ. કેવળજ્ઞાન રે' એ મંત્ર લખી આપ્યો હતો. તે
મંત્રનું બાદ
તેમજ આ ગ્રંથનું પરિશીલન પ.પૂ.પ્રભુશ્રીજીએ મુંબઈ મૂક્યા ત્રણ વર્ષ સુધી મૌનપણે રહી કર્યું હતું.
આ ગ્રંથ વિષે પૂજ્યશ્રી બોઘામૃત ભાગ- ૧, પૃ.૧૬ જણાવે છે કે :—
ઉપર
‘સમાધિશતક’ સમાધિ પ્રાપ્ત કરાવે તેવું છે. જેને આગળ વધવું છે તેને ઘણા હિતનું કારણ છે. સત્તરમાં શ્લોકમાં ઘણું સરસ વર્ણન છે.એક માસ જો પુરુષાર્થ ખરા હૃદયથી કરવામાં આવે તો આત્મા પ્રાપ્ત થઈ જાય. શ્લોક પચાસ સુધીમાં તો હદ કરી છે. ટૂંકાણમાં વાત છે, પણ તે ઉપરથી તો ઘણાં શાસ્ત્રો બની શકે તેમ છે. આ ગ્રંથનો ગુર્જર પદ્યાનુવાદ કાળ સં.૧૯૮૨ છે.
ત્રણ આત્માનું તલસ્પર્શી વર્ણન
ગ્રંથમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું ઘણું તલસ્પર્શી વિવેચન છે. બાહ્યત્યાગને અંતર્વાંગરૂપે પલટાવી પરમાર્થમાં મગ્ન રહેવામાં મદદરૂપ થાય તે અર્થે અને ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગમાં દીવાદાંડીરૂપે માર્ગદર્શક નીવડે’'તેવો આ ગ્રંથ છે. પ.પૂ.પ્રભુશ્રીજીએ પણ પૂ.શ્રી બ્રહ્મચારીજીને આ ગ્રંથ સ્વાધ્યાય અર્થે આપ્યો હતો. તેમણે છ વર્ષ સ્વાઘ્યાય કરી એવો પચાવ્યો કે તેના ફળસ્વરૂપ પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને ‘ગુરુગમ’ આપી.
આ સમાધિશતક ગ્રંથનો સમાવેશ ‘ગ્રંથયુગા' નામથી
અવિરત
છપાતી પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તે પુસ્તકમાં પ્રથમ ‘લઘુયોગ વાસિષ્ઠસાર'ને પદ્યરૂપે મૂકવામાં આવેલ છે.
“આ બેય ગ્રંથ (લઘુયોગવાસિષ્ઠસાર અને સમાધિશતક) કદમાં નાના હોવા છતાં રત્નતુલ્ય કિંમતી છે. મુમુક્ષુઓને આત્મો જ્ઞતિમાં મદદ કરનાર છે. પ્રથમ ગ્રંથમાં વૈરાગ્યની મુખ્યતા છે. બીજામાં આત્મવિચારની મુખ્યતા છે.’’-ગ્રંથ-ગુગલની પ્રસ્તાવના આ વિવેચનનો ઉદ્ભવ કાળ સં.૨૦૦૬ છે.
૧૨૨