________________
શ્રી વિમુબેન શનાભાઈ પટેલ
કાવિઠા
આશ્રમ જેવું ક્યાંય નથી
ગુડિવાડા ગામમાં પૂજ્યશ્રીએ મને પૂછ્યું : ‘‘તત્ત્વાર્થસારની ગાથાઓ મોઢે થઈ ?’’ મેં કહ્યું : ‘“અહીં કશું થતું નથી. ત્યારે પૂ.શ્રી બોલ્યા : “આશ્રમ જેવું ક્યાંય નથી.”
દિવસે સૂવું નહીં
આશ્રમમાં હું અને બાબરભાઈની દીકરી પૂજ્યશ્રી પાસે ઉપર ગયા. બોધમાં પૂજ્યશ્રીએ જણાવ્યું : “દિવસે સૂઈ જાય છે ?’’ ત્યારે મેં કહ્યું : ‘“હા, (કાવિઠામાં જમ્યા પછી કંઈ કામ નહીં માટે સૂઈ જઈએ અને સાંજે ચાર વાગે ઊઠીએ)’' ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : “આ તારી બહેનપણીનું કામ કરજે, પણ દિવસે સૂવું નહીં. સંવત્ ૨૦૦૯માં દિવાળીની માળાઓ વિષે સમજાવતા હતા. તે વખતે મેં કહ્યું : “આપ સમજાવો છો પણ મને કંઈ યાદ રહેતું નથી.’’ ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે : “છોકરાઓના નામ કેમ યાદ રાખીએ છીએ? તેવી રીતે આ પણ યાદ રાખવાં.’
અથાણામાં સ્વાદ તે જીવડાઓનો
પૂજ્યશ્રીએ બોધમાં જણાવ્યું કે અથાણામાં જે સ્વાદ આવે છે તે નર્યો જીવડાઓનો જ સ્વાદ છે.
પ્રિયના સંગથી જીવ દુઃખમાં હોમાય
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ અનંતકૃપા કરી એક વાર મને સ્વહસ્તે નીચેની ગાથા અને પરમકૃપાળુદેવના પત્રની એક લીટી લખી આપી હતી; જે જીવનના આધારરૂપ છે.
(દોહરો)
પ્રય કર્યો ના કોઈ જન, ત્યાં સુધી સુખી ગણાય; સંગ કર્યો જ્યાં પ્રયનો, જૈવ દુ:ખે હોમાય. “સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર
શ્રી રમુબેન આદિતરામ
સુરત
બારસો ગામ બાળવા જેટલું પાપ
પૂજ્યશ્રીએ કહ્યું : “કેરીનું અથાણું છ-બાર મહિનાનું અથાણું ખાવાથી બારસો ગામ બાળી નાખવા જેટલું પાપ લાગે છે.’” એ સાંભળી મેં બધી જાતના અથાણા-મુરબ્બાનો ત્યાગ કર્યો.
૧૧૨
માથામાં
ફૂલ નાખવાથી પાપ
“માથામાં ફૂલ નાખવાથી પાપનો ઢગલો થાય. અને ભાવથી એક ફૂલ ભગવાનને ચઢાવવાથી પુણ્યનો ઢગલો થાય.’’ એ સાંભળીને મેં પૂછ્યું કે હું નાખું છું તે? તો કહે : “પાપનો ઢગલો થશે.’” પછી પૂજ્યશ્રી પાસે તેનો મેં ત્યાગ કર્યો.
મોક્ષમાળા શિક્ષાપાઠ ૨ તથા ચાર (માનવદેહ) રોજ બોલવાની આજ્ઞા કરી અને કહ્યું કે : “એક્કે દિવસ ચૂકવું નહીં.’’ કંદમૂળ ન ખાઈએ તો ન ચાલે?
પૂજ્યશ્રીએ કહ્યું કે : “કંદમૂળ ખાઓ છો?’’ મેં કહ્યું : “હા. એ વગર મારે નહીં ચાલે.’’ ત્યારે કહ્યું : “કંદમૂળમાં કઈ વસ્તુ વધારે ભાવે?’’ મેં કહ્યું કે : ‘‘રતાળુ.’” ત્યારે પૂજ્યશ્રી કહે : ‘રતાળુની જિંદગી સુધી બાધા લો. એક વસ્તુ ન ખાઈએ તો ન ચાલે?’’ પછી મેં તેની બાધા લીધી. થોડા દિવસ પછી બીજા કંદમૂળનો પણ ત્યાગ કર્યો હતો.
શ્રી મણિબેન ભાઈલાલભાઈ પટેલ ધુળિયા
કેમ, અઠ્ઠાઈ ક૨વા આવ્યા છો?
એક વાર અમે બન્ને ધુળિયાથી આશ્રમમાં અઠ્ઠાઈ કરવા માટે આવ્યા હતા. પછી પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના દર્શન કરવા ગયા, ત્યારે પૂજ્યશ્રી બોલ્યા : “કેમ, અઠ્ઠાઈ કરવા આવ્યા છો?’’ ભાઈલાલભાઈએ કહ્યું : “હા, કરવાના ભાવ તો છે.’’ આ અઠ્ઠાઈની વાત અમે કોઈને જણાવેલી નહીં.
બીજે દિવસે દર્શન કરવા ગયા તે વખતે પૂજ્યશ્રીએ જણાવ્યું કે : “રોજરોજના પચખાણ લેવા.’’
ત્રણ ઉપવાસ થયા એટલે અઠ્ઠાઈ પૂરી થઈ જશે
ત્રીજા ઉપવાસે મારાથી મુશ્કેલીથી ઊઠાયું, તે દિવસે ચૂઆથી મારા બા આવેલા. તેમને લઈને હું દર્શન કરવા ગઈ, માંડ માંડ દાદરો ચઢી ઉપર જઈને દર્શન કરવા બેઠી. પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીનો બોધ ચાલ્યો. તેથી ધીમે ધીમે શરીરમાં શક્તિ આવી ગઈ અને જાણે અઠ્ઠાઈ પૂરી થઈ જશે એવો ભાસ થયો, નહીં તો બીજે દિવસે પારણું કરવાની હતી. બોધ થઈ રહ્યા પછી પૂજ્યશ્રી બોલ્યા કે : “ત્રણ ઉપવાસ થયા છે એટલે અઠ્ઠાઈ પૂરી થઈ જશે.’’ આ વચન સાંભળી પાછા પડવાની ભાવના હતી તે અટકી ગઈ અને અઠ્ઠાઈ સારી રીતે પૂર્ણ થઈ.