________________
શ્રી સુવાસબેન ઘેવરચંદજી
શિવગંજ સાપ કરડ્યો પણ ભક્તિ કરીએ, સારું થઈ જશે
DOS
પૂજ્યશ્રી બ્રહ્મચારીજી શ્રવણબેલગોલા (બાહુબળીજી)ની જાત્રાએ ગયા હતા તે વખતની વાત છે. મૂડબિદ્રી, કારકલની વચ્ચે જંગલમાં લગભગ પચ્ચીસ ફૂટની બાહુબળીજીની મૂર્તિ હતી. તેના દર્શન કરવા રાતના બે વાગે બઘો ૧૦૦ જણનો સંઘ ગયો. તે વખતે મારી પુત્રી સગુણાને સાપ કરડ્યો. ત્યારે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ત્યાં આવ્યા અને કહ્યું કે : “થોડી ભક્તિ કરીએ, બધું સારું થઈ જશે. ક્યાંયે લઈ જવાની નથી.” એમ ઘીરજ આપી. ત્યાં “અપૂર્વ અવસર” બોલી રહ્યા પછી એક બાવો આવ્યો અને મણિને દૂઘમાં ઘોઈ સગુણાને ચોંટાડ્યો. આત્મસિદ્ધિ પૂરી થઈ કે એને શુદ્ધિ આવી ગઈ. એકાદ કલાક બેભાન રહી.
‘ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના.એ ગાથાનો અર્થ પૂજ્યશ્રીએ મને એકવાર સમજાવ્યો હતો.
૧૦૮