________________
પ્રતિક્રમણ કરતાં પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈઓ સાથે
"
આ
છે
CE 1
||
પ્રતિક્રમણ 8
દેવવંદન પૂરું થયે તેઓશ્રી થોડાક મુમુક્ષુઓ સાથે દરરોજ પ્રતિક્રમણ કરતા. પ્રતિક્રમણમાં આવેલ પ્રથમ કાયોત્સર્ગમાં પૂજ્યશ્રીની અડોલ સ્થિરતા નિહાળી એક વાર ચકલી ખભા ઉપર આવી નિર્ભયપણે બેઠી હતી.
પ્રતિક્રમણ પૂરું થયે રાત્રે ભક્તિમાં પઘારતા. છેલ્લા વર્ષોમાં શારીરિક નિર્બલતાના કારણે પોતાના ઓરડામાં જ ભક્તિનો ક્રમ બે - ચાર મુમુક્ષુભાઈઓ સાથે પૂર્ણ કરતા હતા.
રાત્રે ભક્તિમાં વાંચનની શરૂઆત સંવત ૨૦૦૯થી પૂજ્યશ્રીએ સભામંડપમાં રાત્રે વાંચન કરવાની યોજના શરૂ કરી. તે સમયે બ્ર.મોહનભાઈ વચનામૃત વાંચતા અને પૂજ્યશ્રી બ્રહ્મચારીજી તે ઉપર વિવેચન કરતા. શરૂઆતમાં વચનામૃતમાંથી પ.પૂ.પ્રભુશ્રીજી ઉપરના પત્રો ક્રમથી વંચાવી વિવેચન કરેલ. ત્યારપછી પૂ. શ્રી સોભાગભાઈ ઉપરના પત્રો અવળા ક્રમે વંચાવી વિવેચન કરેલ. ઘણા પત્રોનું વિવેચન તે સમયે થયેલું છે, જે બોઘામૃત ભાગ-૨માં આપેલ છે.
રાત્રિ, ધ્યાન સ્વાધ્યાય અર્થે રાત્રે ભક્તિ પૂરી થયે પૂજ્યશ્રી મુમુક્ષુઓના આવેલ પત્રોના ઉત્તરો લખતા અથવા કોઈ શાસ્ત્રનો અનુવાદ કરતા અથવા પ્રજ્ઞાવબોઘ” ના કાવ્યોની રચના પણ કરતા. ઊંઘ નજીવી જ લેતા. સર્વ સમય પુરુષાર્થમય જ રહેતા. તેમને મન રાત્રિ ધ્યાનસ્વાધ્યાય અર્થે જ હતી.
જ્યારે જુઓ ત્યારે રાત્રે જાગતા જ હોય એવો અનુભવ ઘણાને થયેલ છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યના પ્રતાપે આત્મબલ અદભુત વર્તતું હતું. ઘન્ય છે આવા આદર્શ પુરુષોના સતત સપુરુષાર્થને કે જેને જોઈ આપણો આત્મા પણ પુરુષાર્થવંત બની શાશ્વત સુખને પામે.