________________
રાયણ
શેઠ શ્રી પુનશીભાઈના ઘરે જ પૂજ્યશ્રી વગેરેનો ઉતારો હતો. ભક્તિ વાંચન પણ એમને ત્યાં જ થતાં. રાયણમાં ત્રણ દેરાસરો છે. પાંચ દિવસ ત્યાં રોકાવું થયું હતું. શેઠ શ્રી પુનશીભાઈની ભાવના ઘણી ઉત્તમ હતી.
નવાવાસ
દેરાસરમાં ચૈત્યવંદન આદિ કરી “નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.' (૨૫૪) આ પત્ર બોલવાની પૂજ્યશ્રીએ શ્રી મોહનભાઈને આજ્ઞા કરી. ત્યાં શ્રી અવિચળશ્રીજી અને શ્રી ગુણશ્રીજી આ બે આર્યાઓને આ પત્ર સાંભળી મનમાં થયું કે આ કોઈ અલૌકિક માર્ગ છે, પછી પૂજ્યશ્રીના સમાગમથી તેમને પરમકૃપાળુદેવ ખરેખર સદ્ ગુરુ ભગવાન જ છે, એમનું શરણ ગ્રહણ કરવાથી આત્માનું કલ્યાણ થશે એવી શ્રદ્ધા થઈ.
ત્યાર પછી તેઓ અવારનવાર આશ્રમમાં આવતા. સં.૨૦૦૪નું ચોમાસું પણ તેમણે આશ્રમમાં કર્યું હતું. પૂજ્યશ્રીનો પત્રો દ્વારા સમાગમ પણ તેમને ઘણો મળ્યો હતો. અવિચળશ્રીજીનો દેહત્યાગ ચોમાસી પ્રતિક્રમણ કરતાં કાઉસગ્ગમાં થયો હતો.
ત્યાંથી મેરાઉ, માપર, સંધાણ, સુથરી, અરિખાણ, સિંઘોડી, લાલા, જખૌ, જસાપુર, નળિયા, તેરા, કોઠારા, ડુમરા, જામનગર વગેરે સ્થળોએ મંદિરોના દર્શન કરી બગસરા આવ્યા. બગસરા
બગસરામાં સં.૧૯૭૩નું ચોમાસું પ.પૂ.પ્રભુશ્રીજીએ જે હૉલમાં કર્યું હતું તે જ હૉલમાં પૂ.શ્રી ઊતર્યા હતા. ત્યાં પૂ.શ્રીનું બહુ વૈરાગ્યપ્રેરક વાંચન થતું. ત્રણ દિવસ ત્યાં રોકાઈ બોટાદ પધાર્યા. બોટાદ
શેઠ વીરચંદ ભૂરાભાઈને ત્યાં ઉતારો હતો. બોટાદમાં પરમકૃપાળુદેવ જ્યાં રહેલા તે મકાનમાં પૂજ્યશ્રી વગેરે મુમુક્ષુઓએ ભક્તિ ભજન કર્યા. ત્યાંથી વઢવાણ કેમ્પ થઈ આશ્રમમાં પધાર્યા.
સં.૨૦૦૧ના કાર્તિક વદ ૭ને મંગળવારના શુભ દિવસે પૂ.શ્રી બ્રહ્મચારીજી માભાઈબહેનો સાથે આશ્રમથી શિવગંજ પધાર્યા, ત્યાં પાંચ દિવસ રોકાઈ આહીર પધાર્યા. આહોરમાં એક માસ સ્થિરતા કરી હતી. તે વખતે ઘણા ભાઈબહેનોએ સ્મરણમંત્ર લીધો હતો.
નાકોડા
આહોરથી જાલોર ગઢ ઉપર દર્શન કરી નાકોડા તીર્થ પધાર્યા. તે સમયે પૂજ્યશ્રીની દશા અદ્ભુત વૈરાગ્યમય હતી.
૧૭૩
થી. નાર્કોડા તીર્થ
શરીર ઉપરની મૂર્છા તો જાણે સાવ ક્ષીણ થઈ ગઈ હોય એમ લાગતું હતું. નાકોડા તીર્થમાં ૯ દિવસ રહી પાલી આવ્યા. પાલીમાં એક ડુંગર ઉપર મંદિર છે. ત્યાં દર્શનભક્તિ કરી ઇન્દોર પધાર્યા.
ઇન્દોરમાં કાવિઠાના શ્રી સોમાભાઈ પ્રભુદાસ તરફથી શ્રી સમેતશિખરજીનો યાત્રાસંઘ કાઢવાનું નક્કી થયું. તેના સમાચાર આશ્રમ જણાવ્યા જેથી બીજા મુમુક્ષુઓ પણ ઇન્દોર આવી પહોંચ્યાં.
શ્રી સમેતશિખરજીની યાત્રા
શ્રી સમેતશિખરજીના પહાડ ઉપરનું જળ મંદિર
ઇન્દોરથી સં.૨૦૦૧ ના પોષ સુદ ૯ ને શુભ દિવસે શ્રી સમેતશિખરજીની યાત્રાર્થે પ્રયાણ કરી બનારસ આવ્યા. ત્યાં ભેલુપુરમાં પાર્શ્વનાથ ભગવાનના ચાર કલ્યાણક થયેલા છે.
ભૌની ઘાટ ગંગાતીર પર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચાર કલ્યાણકની જગ્યા છે.ચંદ્રપુરી (ચન્દ્રાવતી) ત્યાંથી વીસ માઈલ છે. ત્યાં ચંદ્રપ્રભસ્વામીના ચાર કલ્યાણક થયેલા છે. દૂર સારનાથ ( સિંહપુરી)માં શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચાર કલ્યાણક છે. એ સર્વ સ્થળોએ દર્શન ભક્તિ કરી પટના (પાટલીપુત્ર) ગયા.
એક પ્રતિમા ચોથા આરાની
પટના નંદરાજાની અને ચંદ્રગુપ્ત રાજાની રાજધાની હતી. ત્યાં સાન દેરાસરો છે. તેમાં એક પ્રતિમા ચોઘા આરાની છે. શ્રી સુદર્શનશેઠ જે સ્થાનેથી મોક્ષે ગયા ત્યાં પાદુકાની સ્થાપના છે.
એક મંદિરની સામે શ્રી સ્થૂલિભદ્રજી કોશા ગણિકાના મહેલમાં ચાતુર્માસ અર્થે રહ્યા હતા ત્યાં પાદુકાજીની સ્થાપના છે. પટનાથી રાજગૃહી આવી શ્વેતાંબર ધર્મશાળામાં ઊતર્યા.