SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કેક પૂજ્યશ્રી બ્રહ્મચારીજીનો અપ્રગટ બોઘ | (શ્રી ઉકાભાઈના સંગ્રહમાંથી) વંદન હો વારંવાર જન્મ મરણ શાથી ટળે? મહાત્માઓને પ્રશ્ન-જન્મ મરણ શાથી ટળે? પૂજ્યશ્રી–સપુરુષની આજ્ઞા આરાધે તો જન્મમરણ ટળે. પ્રશ્ન-સપુરુષની આજ્ઞા શું છે? પૂજ્યશ્રી–રાગદ્વેષ, મોહ છોડવા તે સપુરુષની આજ્ઞા છે. પ્રશ્ન–રાગદ્વેષાદિ કેમ ટળે? પૂજ્યશ્રી–સંકલ્પ વિકલ્પ નાશ પામે તો રાગદ્વેષાદિ ટળે. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતનાં સંકલ્પવિકલ્પને ભૂલી જજો. પોતાના દોષ અપક્ષપાતે જોવા પૂજ્યશ્રી–જીવમાં મુમુક્ષતા લાવવા માટે પોતાના દોષ અપક્ષપાતે જોતા રહેવું. અને તે દોષોને દૂર કરવા. સર્વથી મોટો દોષ તો એ છે કે જીવને પોતાના દોષ જોવાની વૃત્તિ થતી નથી. માટે પહેલા એ દોષને દૂર કરી, ક્ષણે ક્ષણે દોષોને જોઈને તે દૂર કરવા; અને તેથી જ મુમુક્ષતા આવે છે. જ્ઞાનીપુરુષની આજ્ઞા શું છે? ને હું શું કરી રહ્યો છું? એ નિરંતર જોતા રહેવું અને જ્ઞાનીપુરુષની આજ્ઞામાં વર્તવું. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. રોજ અઢાર પાપસ્થાનક વિચારવા પૂજ્યશ્રી–આ મનુષ્યભવમાં આપણે વ્યાપાર કરીએ છીએ. તેમ ઘર્મને નામે પણ ક્રિયા કરીએ છીએ. પણ ક્રિયા કરીને ઘેર આવીએ કે તેમાં ચિત્ત રહેતું નથી. બધું અસમજણથી કરીએ છીએ. સમજણપૂર્વક કરાય તો મોક્ષનું કારણ થઈ પડે. સમજણપૂર્વક રોજ અઢાર પાપસ્થાનકનો વિચાર કરે તો એક એક પાપસ્થાનકનો વિચાર કરતી વખતે આખા દિવસનો વિચાર કરવો પડે કે મેં સવારથી અત્યાર સુધીમાં શું શું કર્યું? એમ અઢાર વખત આખા દિવસની ચર્ચાનો વિચાર કરવો પડે. આ પણ એક સાચું પ્રતિક્રમણ થાય છે. પણ જીવ વિચાર કરતો નથી, બડબડ બોલી જાય છે. માટે સમજણ અને વિચારપૂર્વક કરવું. મનુષ્યભવરૂપી મૂડીનો. એક સમય પણ નકામો ન ગુમાવવો પૂજ્યશ્રી–જ્ઞાની પુરુષોની આજ્ઞા છે કે રાગદ્વેષ ન કરવા. આ મનુષ્યભવરૂપી મૂડીનો એક સમય પણ નકામો ન ગુમાવવો. જેમ વ્યાપારમાં થોડી ખોટ જાય તો કેટલું દુઃખ થાય છે!તેમ આ મનુષ્યભવરૂપી મૂડીનો એક સમય વ્યર્થ જાય તો તેથી પણ વિશેષ કે દુઃખ થવું જોઈએ. મનુષ્યભવ મળવો બહુ દુર્લભ છે. તેમાં ઉચ્ચ ૧૫૭
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy